મહેસાણા/ દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં બબાલ, મોંઘજીભાઈના પુત્રએ કર્યું ફાયરિંગ

આજે દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા મળનારી છે. ત્યારે સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો પર અશોક ચૌધરીના સમર્થકોએ હુમલો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

Top Stories Gujarat Others
દૂધસાગર ડેરીની
  •  દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા
  • વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે ઘર્ષણ
  • સભા પૂર્વે ડેરી સંકુલ બહાર સમર્થકો વચ્ચે બબાલ
  • સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ
  • પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ દેસાઈને પહોંચી ઇજા

મહેસાણા દૂધસાગર ડેરીની 62મી વાર્ષિક સાધારણ સભા પહેલા ડેરીના મુખ્ય દરવાજે પ્રવેશ માટે પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને તેમના પુત્રને સિક્યુરિટી સ્ટાફ સાથે ઘર્ષણ થયું હતું.સિક્યુરિટી સ્ટાફના હુમલામાં મોંઘજીભાઈ ચૌધરી,તેમનો પુત્ર ઘાયલ થયા તો બીજી તરફ તેમના પુત્ર ના ફાયરીંગ થી સિક્યુરિટી ગાર્ડ ઘાયલ થયો હતો.

 જે બાદ જયંતી ચૌધરીને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. બીજી તરફ સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો પર અશોક ચૌધરીના સમર્થકોએ કરેલા હુમલામાં ઘાયલ થનાર લોકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા મળનારી છે, ત્યારે ભ્રષ્ટાચાર બહાર લાવવા મામલે હુમલો કરાયો હોવાનું મોંઘજીભાઈ જણાવ્યું છે.

દૂધસાગર ડેરીના પૂર્વ ઉપપ્રમુખ મોંઘજી દેસાઈએ જણાવ્યું હતું કે, ડેરી દ્વારા 50 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર પાવડર પ્લાન્ટના નિર્માણ અંગે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે શંકા વ્યક્ત કરી કે ડેરીમાં 150 મેટ્રિક ટનની ક્ષમતાવાળા છ પાઉડર પ્લાન્ટ હોવા છતાં નવો પ્લાન્ટ કેમ ઊભો કરવામાં આવી રહ્યો છે. તેમણે દૂધ ઉત્પાદકો પર આરોપ લગાવ્યો કે જો પાઉડર પ્લાન્ટ તેની ઉત્પાદન ક્ષમતાના 40 ટકા વેચાણ કરે તો તેમની મહેનતના પૈસા વેડફાય છે.

આ પણ વાંચો:ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યું ટ્વિટ ‘સંવિધાનની શપથ લેનાર PM મોદી ચુપ્પી તોડીને રાજધર્મ નિભાવે,નુપુર શર્માની ધરપકડની કરી માંગ’

આ પણ વાંચો:રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ

આ પણ વાંચો:બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન, “મંતવ્ય ન્યૂઝ”ના અભિયાનને મળતું સમર્થન

આ પણ વાંચો:એ….એ…એ… ધડામ : લ્યો વરસાદ આવ્યો અને પડ્યા