Gujrat/ ગુજરાતમાં જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી, ઠંડીમાં  થઈ શકે છે વધારો

જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી. પાકને નુકસાન થવાની ભીતિ.

Top Stories Gujarat
Mantay 99 ગુજરાતમાં જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી, ઠંડીમાં  થઈ શકે છે વધારો

ગુજરાત : રાજ્યમાં હવામાનનો પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે. લોકો એકબાજુ શીત ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે ત્યારે જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળા કમોસમી વરસાદ થતા ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ આગામી 24 થી 26 જાન્યુઆરી દરમ્યાન માવઠું જોવા મળી શકે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી માવઠું જોવા મળી શકે. ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સ્થિતિને પગલે રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે. ચક્રવાતની અસર દેશના પશ્ચિમભાગ પર જોવા મળતા ગુજરાતમાં જાન્યુઆરીના અંતિમ દિવસોમાં ફરી કમોસમી વરસાદ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં માવઠાંની શકયતા છે. જ્યારે દક્ષિણ વિસ્તારોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યનું એકંદરે ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું. જ્યારે નલિયામાં સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે ચક્રવાતને પગલે વાવાઝોડા અને કરા પડવાની શકયતા નકારી છે. આગામી દિવસોમાં સરેરાશ મહત્તમ 28 ડિગ્રી તાપમાન જોવા મળી શકે. જ્યારે ન્યૂનતમ 14 ડિગ્રી તાપમાન જોવા મળી શકે. રાજ્યમાં નલિયા બાદ રાજકોટ, ડિસા, કેશોદ અને અમદાવાદમાં સરેરાશ 11 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું.

જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટે છે ત્યારે આ વર્ષે આ મહિનામાં ગત વર્ષો કરતાં ઠંડીમાં વધારો જોવા મળ્યો. જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એકબાજુ જ્યાં પાક તૈયાર થયા હોય ત્યારે વરસાદના કારણે પાકને નુકસાન થાય છે. આ મહિનામાં સામાન્ય રીતે જીરું જેવા રોકડિયા પાકો જોવા મળે છે. અને વરસાદ થતા આ રોકડિયા પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. એકબાજુ જીરાની નિકાસમાં વધારો થયો છે પરંતુ ખેડૂતો કમોસમી વરસાદ થતા નિકાસના લાભથી વંચિત રહે છે.


આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…

આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!