દલિત હોવાની મળી સજા/ આખી રાત મને પાણી પણ ન આપ્યું, નવનીત રાણાએ ઓમ બિરલાને લખ્યો પત્ર

સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની મુંબઈ પોલીસે શનિવારે સાંજે ધરપકડ કરી હતી. બંનેને 6 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે.

Top Stories India
નવનીત રાણાએ

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવેલા અમરાવતીના સાંસદ નવનીત રાણાએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે મને 23 એપ્રિલ 2022ના રોજ ખાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં મને દલિત હોવાની સજા મળી. હું આખી રાત પાણી વગર રહી. તેણીએ આગળ લખ્યું કે હું આખી રાત પોલીસકર્મીઓ પાસેથી પાણી માંગતી રહી પરંતુ તેઓએ પાણી ન આપ્યું. મને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે એક પોલીસવાળાએ કહ્યું કે હું અનુસૂચિત જાતિની છું, તેથી મને ગ્લાસમાં પાણી નહીં આપે.

દલિત હોવાના કારણે મળી સજા- નવનીત રાણા

નવનીત રાણાએ પત્રમાં વધુમાં લખ્યું છે કે, પોલીસ સ્ટેશનમાં તેમની જાતિને લઈને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પાણી એ પાયાની બાબત છે પણ તે પણ આપવામાં આવ્યું નથી. તેમણે આગળ લખ્યું કે, હું  માનું છું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના રાજ્યમાં તેના હિંદુત્વના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. શિવસેનાના આ હિંદુત્વને જાગૃત કરવા હું મુખ્યમંત્રીના નિવાસસ્થાને હનુમાન ચાલીસા વાંચવા જતી હતી. મારો કોઈ ધાર્મિક વિવાદ ઉશ્કેરવાનો ઈરાદો નહોતો.

હું અને મારા પતિ ઘરે હતા

નવનીત રાણાએ કહ્યું કે મેં સીએમને હનુમાન ચાલીસાના પાઠ માટે પણ આમંત્રણ આપ્યું હતું. અમે તેમની સામે કોઈ પ્રવૃત્તિ કરી નથી. પરંતુ જ્યારે અમને લાગ્યું કે તે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે, ત્યારે અમે આ નિર્ણય પાછો ખેંચી લીધો અને મેં અને મારા પતિએ હનુમાન ચાલીસા વાંચવાનો અમારો આગ્રહ છોડી દીધો અને અમારા ઘરે જ રહ્યા. ત્યારબાદ શિવસૈનિકો ત્યાં પહોંચ્યા અને હોબાળો મચાવવા લાગ્યા.

શું છે સમગ્ર મામલો

વાસ્તવમાં, લાઉડ સ્પીકર વિવાદ પછી, સાંસદ નવનીત રાણાએ જાહેરાત કરી હતી કે તેઓ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. આ માટે સવારે 9 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. બાદમાં તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. આ દરમિયાન શનિવારે મોટી સંખ્યામાં શિવસૈનિક ખારમાં તેમના ઘરની બહાર પહોંચ્યા હતા. ત્યાર બાદ સાંજ સુધીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:દિલ્હીના સત્યનિકેતનમાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 5 મજૂરો ફસાયા હોવાની આશંકા

ગુજરાતનું ગૌરવ