Not Set/ પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ પર હુમલો, TMC પર લગાવ્યો આરોપ

પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ પર શુક્રવારે સવારે લેક ટાઉનમાં હુમલો થયો હતો, જ્યારે તે હંમેશની જેમ મોર્નિંગ વોક અને ચા પર ચર્ચા કરવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સમર્થકોની હાજરીમાં, ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. દિલીપ ઘોષે ટીએમસી સમર્થકો પર આ ઘટનાનો આરોપ લગાવ્યો […]

Top Stories India
aaaaaaaas 2 પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ પર હુમલો, TMC પર લગાવ્યો આરોપ

પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ પર શુક્રવારે સવારે લેક ટાઉનમાં હુમલો થયો હતો, જ્યારે તે હંમેશની જેમ મોર્નિંગ વોક અને ચા પર ચર્ચા કરવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સમર્થકોની હાજરીમાં, ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો.

દિલીપ ઘોષે ટીએમસી સમર્થકો પર આ ઘટનાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે હુમલામાં તેમની સાથે હાજર રહેલા ભાજપના બે કાર્યકરોને દબોચી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે દિલીપ ઘોષ પર અગાઉ પણ અનેક વાર હુમલો કરવામાં આવ્યો છે. આ વર્ષે મે મહિનામાં, જ્યારે તેઓ ભાજપના વરિષ્ઠ નેતા હેમંત બિસ્વ સરમા સાથે જઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલા પર ખેજુરીમાં હુમલો થયો હતો. જો કે તેને કોઈ નુકસાન થયું ન હતું, તેમ છતાં બે વાહનોની તોડફોડ કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતાં સીઆરપીએફ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ ભાજપનો આરોપ છે કે ટીએમસી કાર્યકરોએ રસ્તો રોકી દીધો હતો અને સીઆરપીએફને સ્થળ પર પહોંચવાની મંજૂરી આપી ન હતી.

આ જ રીતે ગત વર્ષે ડિસેમ્બરમાં પણ કૂચબિહાર જિલ્લાના સીતલકુચી વિસ્તારમાં દિલીપ ઘોષની કારમાં અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. ઘોષ ભાજપની ‘રથયાત્રા’માં ભાગ લેવા કૂચબિહારમાં હતો. જ્યારે તે જિલ્લાના મથભાંગા જઇ રહ્યાં હતા. ત્યારે તેમની કાર પર હુમલો થયો હતો.

હુમલા બાદ સીતલકુચીની સીતાઇમાં ઘોષે કહ્યું હતું કે, તૃણમૂલના નેતાઓએ મારી ગાડી પર હુમલો કર્યો હતો અને બૂમો પાડીને હતી અને મને પાછા જવાનું કહ્યું હતું. મારી પાર્ટીના કેટલાક કાર્યકરો હિંસા દરમિયાન ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.