Not Set/ શ્રીનગર : બાઇક પર આવેલા આતંકીઓએ દુકાનદારને ગોળી મારી કરી હત્યા

શ્રીનગર, શ્રીનગરમાં આતંકવાદીઓએ ગુરુવારે સાંજે એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ બાઇક પર સવાર હતા. શ્રીનગરના પરિમપોરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બાઇક સવાર આતંકીઓએ એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. તે વ્યક્તિને ગોળી ત્યારે મારવા આવી હતી જ્યારે તે તેની દુકાન બંધ કરી રહ્યો હતો. ગાળી મારીને […]

Top Stories India
aaaaaaaas 1 શ્રીનગર : બાઇક પર આવેલા આતંકીઓએ દુકાનદારને ગોળી મારી કરી હત્યા

શ્રીનગર,

શ્રીનગરમાં આતંકવાદીઓએ ગુરુવારે સાંજે એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ બાઇક પર સવાર હતા. શ્રીનગરના પરિમપોરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બાઇક સવાર આતંકીઓએ એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. તે વ્યક્તિને ગોળી ત્યારે મારવા આવી હતી જ્યારે તે તેની દુકાન બંધ કરી રહ્યો હતો.

ગાળી મારીને આતંકીઓ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગુનાને અંજામ આપ્યો પછી ભાગી ગયેલા આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં કોઈ સફળતા મળી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.