Not Set/ હવે કર્ણાટકથી કોંગ્રેસનાં સંકટમોચક ડી.કે.શિવકુમાર પર ઈડીની નજર

દેશમાં આજે દિગ્ગજ નેતાઓ પર કે જેમણે પોતાના સમયમાં મોટા કૌભાંડો કર્યા હોય તે શંકાનાં આધારે તેમના પર ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની નજર બની રહી છે. હમણા થોડા સમય પહેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમની INX મામલે ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમા એક કોંગ્રેસ નેતાનું નામ ઉમેરાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. આપને જણાવી […]

Top Stories India
DK Shivakumar EPS હવે કર્ણાટકથી કોંગ્રેસનાં સંકટમોચક ડી.કે.શિવકુમાર પર ઈડીની નજર

દેશમાં આજે દિગ્ગજ નેતાઓ પર કે જેમણે પોતાના સમયમાં મોટા કૌભાંડો કર્યા હોય તે શંકાનાં આધારે તેમના પર ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની નજર બની રહી છે. હમણા થોડા સમય પહેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમની INX મામલે ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમા એક કોંગ્રેસ નેતાનું નામ ઉમેરાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. આપને જણાવી દઇએ કે, કર્ણાટક કોંગ્રેસ માટે સંકટમોચક બનેલા ડીકે શિવકુમાર શુક્રવારે નવી દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થઈ શકે છે.

આ પહેલા ડી.કે.શિવકુમારે કર્ણાટક હાઈકોર્ટથી ઇડીની અરજી રદ કરવાની માંગ કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તેથી ઇડી સમક્ષ હાજર થવા સિવાય શિવકુમાર પાસે કોઈ અન્ય વિકલ્પ નથી. કર્ણાટકમાં ડી.કે.શિવકુમાર સામે આવકથી વધારે સંપત્તિનો કેસ ચાલી રહ્યો છે. 2017 માં, આવકવેરા વિભાગે શિવકુમારનાં 64 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન ડી.કે.શિવકુમારે અને કોંગ્રેસનાં અન્ય નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ભાજપનાં રાજકીય બદલાની ભાવનાથી કાર્યવાહી કરી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ડી.કે. શિવકુમાર સામે સમન્સ જારી કર્યું હતું. શિવકુમારે કર્ણાટક હાઈકોર્ટમાં સમન્સને પડકાર ફેંક્યો હતો અને તેને રદ કરવાની માંગ કરી હતી. ગુરુવારે 29 ઓગષ્ટનાં રોજ કેસની સુનાવણી કર્યા પછી, હાઇકોર્ટે ડી.કે.શિવકુમારને કોઈ રાહત આપી ન હોતી અને ઈડી એ સમન્સને ફગાવી દેવાનો ઇનકાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.