Not Set/ હાર પછી કોંગ્રેસમાં રાજીનામાંની મૌસમ ફૂલ ગુલાબી

ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાજીનામું આપશે તેવી સંભાવનાં છે. યુપીનાં કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર રાજીનામું આપી ચૂક્યા છે. ગુજરાત વિઘાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ઘાનાણીએ પણ રાજીનામાંની તૈયારી કરી લીધી છે. યુપી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરે સુપ્રત કર્યું રાજીનામું મોદી સુનામીમાં કોંગ્રેસનાં કારમા ઘોવાણ બાદ કોંગ્રેસનાં નેતાએમાં રાજીનામાં આપવાની જાણે સ્પર્ધા જામી હોય તેવું લાગી […]

Top Stories India
pjimage 6 1 હાર પછી કોંગ્રેસમાં રાજીનામાંની મૌસમ ફૂલ ગુલાબી

ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાજીનામું આપશે તેવી સંભાવનાં છે. યુપીનાં કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર રાજીનામું આપી ચૂક્યા છે. ગુજરાત વિઘાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ઘાનાણીએ પણ રાજીનામાંની તૈયારી કરી લીધી છે.

યુપી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરે સુપ્રત કર્યું રાજીનામું

Raj babbar હાર પછી કોંગ્રેસમાં રાજીનામાંની મૌસમ ફૂલ ગુલાબી

મોદી સુનામીમાં કોંગ્રેસનાં કારમા ઘોવાણ બાદ કોંગ્રેસનાં નેતાએમાં રાજીનામાં આપવાની જાણે સ્પર્ધા જામી હોય તેવું લાગી રહ્યું છે. યુપીમાં કોંગ્રેસે દેશનો સૌથી હાઇટેક પ્રસાર અજમાવ્યો હતો. નવા અને માનીતા ચહેરાએ પૂરા યુપીને ઘમરોડી નાખ્યું હતું. પરંતુ તો પણ મોદી સુનામીમાં તમામની હવા નીકળી ગઇ છે. જોના પર પ્રદેશ જીતવાની જવાબદારી હતી તે રાજ બબ્બર પોતાની બેઠક પર પણ ન જીતી શક્યા. આખરે રાજીનામાં સીવાય કોઇ અવકાશ નથી તેમ રાજ બબ્બરે રાજીનામું ધરી દીધુ છે.

ગુજરાત વિધાનસભાનાં વિરોધપક્ષનાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીની રાજીનામું આપવાની તૈયારી

paresh હાર પછી કોંગ્રેસમાં રાજીનામાંની મૌસમ ફૂલ ગુલાબી

ગુજરાતમાં પણ મોદીનાં જાદુ સામે તમામ કોંગ્રેસી નેતા વામણા સાબીત થયા છે. અને પ્રદેશ પ્રમુખ સહિત તમામ નેતાને હારનો સામનો કરવાનો વારો આવતા. ગુજરાત વિધાનસભાનાં વિરોધપક્ષનાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ પણ રાજીનામું આપવાની તૈયારી બતાવી છે અને આપી પણ દેશે તે પણ ચોક્કસ છે. પરંતુ હાલ તો તમામ નેતા રાજીનામું આપશે કોને તે પણ સવાલ ઉભો થતો દેખાય રહ્યો છે.

રાહુલ ગાંધી પણ આપી શકે છે રાજીનામું

images 6 હાર પછી કોંગ્રેસમાં રાજીનામાંની મૌસમ ફૂલ ગુલાબી

જી હા રાજીનામું સોંપવુ કોને? વાત સરળ છે પરંતુ કોંગ્રેસમાં હાલની સ્થિતિ જોતા એટલી જ જટેલ લાગી રહી છે. કારણ છે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી. જી હા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી હારની જવાબદારી સ્વીકારતા રાહુલે પોતે જ રાજીનામું આપે તેવી શક્યતા જણાઇ રહી છે ત્યારે બાકીનાં તમામ રાજીનામાં ઉચ્છુક નેતા પોતાનું રાજીનામું સોંપવુ કોને? તે પ્રશ્ન દુ:ખયુક્ત વિનોદ સર્જી રહ્યો છે.