Not Set/ #MeTOO કેમ્પેઈન અંગે મચેલા ધમાસાણ અંગે મોદી સરકાર એક્શનમાં, કમિટી બનાવવાનું કર્યું એલાન

નવી દિલ્હી, દેશભરમાં #MeTOO કેમ્પેઈન હેઠળ સામે આવી રહેલી યૌન શોષણની ફરિયાદોમાં સૌપ્રથમ બોલીવુડના કલાકારોના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ રાજકીય પાર્ટીઓના નેતા તેમજ ક્રિકેટરોના નામનો પણ ખુલાસો થઇ રહ્યો છે, ત્યારે હવે આ કેમ્પેઈન હેઠળ સતત સામે આવી રહેલી જાતીય સતામણીની ફરિયાદો અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. #WATCH: Minister for […]

Top Stories India Trending
MeToo img #MeTOO કેમ્પેઈન અંગે મચેલા ધમાસાણ અંગે મોદી સરકાર એક્શનમાં, કમિટી બનાવવાનું કર્યું એલાન

નવી દિલ્હી,

દેશભરમાં #MeTOO કેમ્પેઈન હેઠળ સામે આવી રહેલી યૌન શોષણની ફરિયાદોમાં સૌપ્રથમ બોલીવુડના કલાકારોના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ રાજકીય પાર્ટીઓના નેતા તેમજ ક્રિકેટરોના નામનો પણ ખુલાસો થઇ રહ્યો છે, ત્યારે હવે આ કેમ્પેઈન હેઠળ સતત સામે આવી રહેલી જાતીય સતામણીની ફરિયાદો અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોદી સરકારમાં મહિલા અને બાદ વિકાસ મંત્રી મેનકા ગાંધી હેઠળ સામે આવી રહેલી ફરિયાદોની તપાસ કરાવવા માટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.

મેનકા ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વરિષ્ઠ રિટાયર્ડ જસ્ટિસ તેમજ કાયદા સાથે જોડાયેલા લોકો આ કમિટીના સભ્યો હશે અને આ તમામ મામલાઓની તપાસ કરશે.

me too #MeTOO કેમ્પેઈન અંગે મચેલા ધમાસાણ અંગે મોદી સરકાર એક્શનમાં, કમિટી બનાવવાનું કર્યું એલાન
national-narendra-modi-govt-forms-committee-senior-judicial-and-legal-persons-examine-cases-#metoo-complains

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય મંત્રી એમ જે અકબર, બોલીવુડની હસ્તિઓ તેમજ ક્રિકેટરો સામે #MeTOO કેમ્પેઈન હેઠળ યૌન ઉત્પીડનની ફરિયાદો સામે આવી હતી.

મહિલા અને બાદ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, “હું દરેક ફરિયાદ પાછળના દર્દ અને વેદના પર ભરોષો કરું છું, તેમજ આ મામલાઓને ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ જ નિપટવું જોઈએ”.