Not Set/ રાજકોટ : તાંત્રિક વિધિના બહાને ચાર ગઠિયાઓ સાડા દસ લાખનું સોનુ લઈને છૂ ….

તાંત્રીક વિધિના બહાને ચાર ગઠિયા બે વ્યકિતનું રૂ. 10.50 લાખનું સોનુ આેળવી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બારામાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરી બે શખસોને ઝડપી લીધા છે. જયારે મુખ્ય સુત્રધાર ગુરૂજીને ઝડપી લેવા પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ છે.   રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટી શેરી નં. 3માં રહેતા રાજેશ […]

Top Stories Gujarat Rajkot
bhoot pret kaise bhagaye 908 1 રાજકોટ : તાંત્રિક વિધિના બહાને ચાર ગઠિયાઓ સાડા દસ લાખનું સોનુ લઈને છૂ ....

તાંત્રીક વિધિના બહાને ચાર ગઠિયા બે વ્યકિતનું રૂ. 10.50 લાખનું સોનુ આેળવી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બારામાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરી બે શખસોને ઝડપી લીધા છે. જયારે મુખ્ય સુત્રધાર ગુરૂજીને ઝડપી લેવા પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ છે.

 

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટી શેરી નં. 3માં રહેતા રાજેશ કેશુભાઈ રૂપાપરા ઉ.વ.42 નામના પટેલ યુવાને એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આસીફ ઉર્ફે સોનુ મલીક, ઝાકીર ઉર્ફે ગુરૂજી મલીક, નદીમ અહેમદ ખાન અને જીબ્રાન નામના ચાર શખસો સામે પોતાની તથા પોતાના મિત્ર સાથે છેતરપીડી કરી રૂ. 10.50 લાખનું સોનુ આેળવી જવાની ફરિયાદ નાેંધાવી છે.

પોતાને ગુરૂ અમનજી નામે આેળખાવતા ગઠિયાએ વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં આ રીતે આેફિસો ખોલી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આેલ ઈન્ડિયા માસ્ટર કિંગ અને તંત્ર મંત્ર સમ્રાટ જેવી લોભામણી જાહેરાતો કરી આ ગુરૂજીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા છે. તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.