Not Set/ હવે નહી રહે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, દેશભરમાં લગાવવામાં આવશે 551 ઓક્સિજન પ્લાન્ટ

દેશભરમાં કોરોનોવાયરસ મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. દેશમાં ઓક્સિજનનું સંકટ પણ સર્જાયું છે, કારણ કે કોરોનાનાં કેસમાં ભારે વધારો થયો છે.

Top Stories Trending
cartoon 17 હવે નહી રહે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, દેશભરમાં લગાવવામાં આવશે 551 ઓક્સિજન પ્લાન્ટ

દેશભરમાં કોરોનોવાયરસ મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. દેશમાં ઓક્સિજનનું સંકટ પણ સર્જાયું છે, કારણ કે કોરોનાનાં કેસમાં ભારે વધારો થયો છે. કોરોનાની બીજી લહેર આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે આરોગ્ય સુવિધાઓ ધરાશાયી થઈ છે. દવાખાનાઓમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની વિશાળ અછત છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાં હવે 551 ડેડિકેટેડ પ્રેશર સ્વીંગ એડ્સોપ્શન મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ લગાવવામાં આવશે, જેના માટે પીએમ કેરમાંથી નાણાં પૂરા પાડવામાં આવશે. પીએમઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મોટા સમાચાર / દિલ્હીમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે CM કેજરીવાલનો મોટો નિર્ણય, આવતા સોમવાર સુધી લંબાવ્યુ લોકડાઉન

વડા પ્રધાન કચેરીનાં જણાવ્યા મુજબ, હોસ્પિટલોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટેનાં વડા પ્રધાનનાં આદેશ અનુસાર, વડા PM Cares ફંડે સાર્વજનિક સ્વાસ્થ્ય સુવિધાઓની અંદર 551 ડેડિકેટેડ પ્રેશર સ્વિંગ એડ્સોપ્શન મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સ્થાપના માટે ભંડોળની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વળી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યો છે કે, આ પ્લાન્ટને વહેલી તકે કાર્યાત્મક બનાવવામાં આવે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટ જિલ્લા કક્ષાએ ઓક્સિજનની ઉપલબ્ધતાને મોટો વેગ આપશે. પીએમઓ અનુસાર, આ સમર્પિત પ્લાન્ટ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત કેન્દ્રોમાં જિલ્લા મુખ્યાલયમાં ઓળખાતી સરકારી હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે. ખરીદી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઇન-હાઉસ કેપ્ટિવ ઓક્સિજન જનરેશન સુવિધા હોસ્પિટલો અને જિલ્લાની દૈનિક મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતોને પૂર્ણ કરશે. વળી લિક્વિડ હીલિંગ ઓક્સિજન (એલએમઓ) કેપ્ટિવ ઓક્સિજન જનરેશન માટે ‘ટોપ અપ’ તરીકે કામ કરશે.

મન કી બાત / Live: PM મોદી કરી રહ્યા છે દેશને સંબોધન, કહ્યુ – મફત વેક્સિનનો કાર્યક્રમ ચાલતો રહેશે

પીએમઓનાં કહેવા મુજબ, આવી સિસ્ટમ લાંબા સમયથી સુનિશ્ચિત કરશે કે જિલ્લાઓની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનનાં સપ્લાયમાં અચાનક વિક્ષેપનો સામનો કરવો ન પડે. સાથે કોરોના દર્દીઓ અને અન્ય દર્દીઓ પાસે પૂરતા પ્રમાણમાં અવિરત ઓક્સિજન સપ્લાયની એક્સેસ થાય. આપને જણાવી દઈએ કે, PM Cares ફંડએ આ વર્ષની શરૂઆતમાં દેશમાં જાહેર આરોગ્ય સુવિધાઓની અંદર 162 ડેડિકેટેડ પ્રેશર સ્વીંગ એડ્સોપ્શન (પીએસએ) મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સની સ્થાપના માટે 201.58 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

Untitled 42 હવે નહી રહે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, દેશભરમાં લગાવવામાં આવશે 551 ઓક્સિજન પ્લાન્ટ