Not Set/ ટીકરી બોર્ડર પર દસ આંદોલનકારી ખેડૂતોએ કોરોના રસી લીધી

ટિકરી બોર્ડર પર બે દિવસ પહેલા કોરોના રસી સેન્ટર બનાવવામાં આવ્યું હતું

India
tikri ટીકરી બોર્ડર પર દસ આંદોલનકારી ખેડૂતોએ કોરોના રસી લીધી

એક તરફ દેશ કોરોના સમક્ષ લડી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતો હજુ પણ પોતાના હક માટે જંગે ચડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટિકરી બોર્ડર પર લાંબા સમયથી રસીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.  પરંતુ આંદોલનકારી ખેડૂતોએ આખરે કોરોના રસી લેવાની તૈયારી બતાવી હતી. અને દસ ખેડુતોએ રસી પણ મુકાવી છે.

કોવિડની રસી માટે ખેડૂતોને સમજાવવા જિલ્લા વહીવટીતંત્રે ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમાં નિરાશા સાપડતી હતી. અંતે શુક્રવારે સાંજે ટિકરી બોર્ડર પર 10 ખેડૂતોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.  પરંતુ હાલમાં આંદોલન કરી રહેલા હજારો ખેડૂતોમાંથી માત્ર 10 ખેડુતોએ જ આ રસી લીધી.

જ્યારે ખેડુતો મોટી સંખ્યામાં પંજાબથી સરહદ પર આવી રહ્યા હતા ત્યારે, વહીવટી તંત્ર ખૂબ ચિંતિત હતું. સરહદ પર કોરોના સંક્રમણ થવાના ચાન્સ વધી ગયા હતા. આ ભયના કારણે વહીવટતંત્ર સતત ખેડૂતોના સંપર્કમાં હતા.  અંતે આ બાબતે દસ ખેડૂતો શનિવારે ટિકરી બોર્ડરથી કોરોના રસી લેવા આગળ આવ્યા.  ટિકરી બોર્ડર પર બે દિવસ પહેલા કોરોના રસી સેન્ટર બનાવવામાં આવ્યું હતું. પરંતુ કોઈ પણ ખેડૂતો આ રસી લેવા માટે આગળ આવ્યા ન હતા. જો કે હવે દસ ખેડુતો આ રસી લેવા તૈયાર થયા છે. શક્ય છે કે અન્ય ખેડૂતો પણ જિલ્લા વડીવટી તંત્રની વાત માની કોરોનાની ગંભીરતા સમજવાનો પ્રયાસ કરે.