Not Set/ કોરોનાકાળ વચ્ચે સ્કૂલ-કોલેજ જુલાઇથી ખુલી શકે ખરા! જાણો શું કહે છે ગૃહ મંત્રાલય

કોરોના રોગચાળાને રોકવા માટે લોકડાઉન કરાયુ હોવાને કારણે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ લગભગ ત્રણ મહિનાથી બંધ છે. દરમિયાન, એવા અહેવાલ મળ્યા છે કે સરકાર જુલાઈ મહિનામાં શાળાઓ અને કોલેજો ખોલવાનું વિચારી રહી છે. નો ઝોનમાં 30 ટકા બાળકો સાથે 8 થી 12 ધોરણ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરૂ કરી શકાય છે. હવે ગૃહ મંત્રાલયે આવા […]

India
13d28f8d2f135167fcdb537b5d07d9e5 કોરોનાકાળ વચ્ચે સ્કૂલ-કોલેજ જુલાઇથી ખુલી શકે ખરા! જાણો શું કહે છે ગૃહ મંત્રાલય
13d28f8d2f135167fcdb537b5d07d9e5 કોરોનાકાળ વચ્ચે સ્કૂલ-કોલેજ જુલાઇથી ખુલી શકે ખરા! જાણો શું કહે છે ગૃહ મંત્રાલય

કોરોના રોગચાળાને રોકવા માટે લોકડાઉન કરાયુ હોવાને કારણે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ લગભગ ત્રણ મહિનાથી બંધ છે. દરમિયાન, એવા અહેવાલ મળ્યા છે કે સરકાર જુલાઈ મહિનામાં શાળાઓ અને કોલેજો ખોલવાનું વિચારી રહી છે. નો ઝોનમાં 30 ટકા બાળકો સાથે 8 થી 12 ધોરણ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરૂ કરી શકાય છે. હવે ગૃહ મંત્રાલયે આવા અહેવાલોને નકારી દીધા છે.

ગૃહ મંત્રાલય તરફથી પીઆઈબી દ્વારા મંગળવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ અને કોલેજો શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને દેશભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓને હજી પણ ખોલવા પર પ્રતિબંધ છે. પીઆઈબીએ ગૃહ મંત્રાલયને ટાંકીને માહિતી આપી છે કે શાળાઓ ખોલવાના તમામ સમાચારો ખોટા છે. જણાવી દઇએ કે, દેશભરમાં હોળી બાદથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે.

અહેવાલ મુજબ, વૈશ્વિક રોગચાળા કોવિડ-19 લોકડાઉન પછી, જુલાઇમાં શાળાઓ અને કોલેજો ખુલી શકે છે. જો કે, શૈક્ષણિક સંસ્થા ખુલે છે ત્યારે પણ પ્રાથમિક વર્ગનાં વિદ્યાર્થીઓને શાળાએ જવામાં રોક લગાવવામાં આવી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અને પ્રવેશ પરીક્ષાથી લઇને બોર્ડ પરીક્ષાથી ઠીક પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના હેઠળ સલામતી ગાઇડલાઇન તૈયાર કરી લીધી છે. શાળા, કોલેજ અને યુનિવર્સિટીને લગતી જુદી જુદી ગાઇડલાઇન હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.