Crime/ પહેલા માર્યો માર, બાદમાં ચારેય પુત્રનું વાયરથી દબાવી દીધું ગળું અને પછી પોતાને લગાવી દીધી ફાંસી

આત્મહત્યા અને હત્યાના બનાવો સામે આવતા રહે છે. હવે ફરીએક વાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક ગરીબ પરિવારના ચારેય માસુમને તેના પિતાએ ગળું દબાવી હત્યા કરી દીધી છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના કુશળગઢના ડુંગલાપાણી ગામની છે. ગામના બાબુલાલનો મૃતદેહ સવારે 7.30 વાગ્યે ઘરની સામે […]

India
hatya children 2 પહેલા માર્યો માર, બાદમાં ચારેય પુત્રનું વાયરથી દબાવી દીધું ગળું અને પછી પોતાને લગાવી દીધી ફાંસી

આત્મહત્યા અને હત્યાના બનાવો સામે આવતા રહે છે. હવે ફરીએક વાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક ગરીબ પરિવારના ચારેય માસુમને તેના પિતાએ ગળું દબાવી હત્યા કરી દીધી છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના કુશળગઢના ડુંગલાપાણી ગામની છે. ગામના બાબુલાલનો મૃતદેહ સવારે 7.30 વાગ્યે ઘરની સામે ઝાડથી લટકતો મળી આવ્યો હતો. લોકોએ ઘરની અંદર જોયું તો બાબુના ચાર પુત્રો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

બનાવની માહિતી મળતાં પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે બાળકોને વાયર જેવી વસ્તુથી ગળુ દબાવીને માર મારવામાં આવ્યો છે. સ્થળ પરથી સુસાઇડ નોટ ન મળવાના કારણે હાલ આવું માનવામાં આવી રહ્યું છે કે બાબુલાલે પહેલા બાળકોને માર માર્યો અને ત્યારબાદ ગળું દબાવી દીધુ અને ત્યાર બાદ પોતાને ફાંસી આપી હતી.

આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 13 લોકોનો થયા મોત

Babulal's house, where the dead bodies of children were found. Babulal's body was found hanging on a tree in front of the house.

બાબુની પત્ની હાલમાં ગુજરાતમાં નોકરી કરે છે. પોલીસે તપાસના સંબંધમાં તેને ગામમાં બોલાવી છે, તેની પૂછપરછ કર્યા બાદ કેટલાક મહત્ત્વની કડીઓ મળી શકે છે. ગામના લોકોનું કહેવું છે કે બાબુને દારૂનો નશો હતો. આને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. બાબુ તેની પત્નીને માર મારતો હતો. થોડા દિવસો પહેલા તેણે પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારબાદ તેણી થોડા દિવસ પોતાના પિયરમાં રહી હતી અને બાદમાં તેણી ગુજરાતમાં નોકરી માટે ગઈ હતી.

ગામના સરપંચ પારસિંહે જણાવ્યું કે બાબુના પિતાનું નિધન થયું છે. માતા પહેલા બાબુ સાથે રહેતી હતી, પરંતુ તેના હુમલો અને ત્રાસ આપવામાં આવ્યો હોવાથી તેણી સંબંધીઓના ઘરે રહેવા ગઈ હતી. સરપંચનું કહેવું છે કે બાબુના પરિવાર સાથે કોઈપણની દુશ્મની નહોતી, અને કોઈ વિવાદ પણ ન હતો.