Not Set/ ESIC હોસ્પિટલ આગ : સ્વિગીના ડિલીવરી બોયે બહાદુરી બતાવીને ૧૦ લોકોને બચાવ્યા

૧૭ ડીસેમ્બરના રોજ અંધેરી ઇસ્ટમાં કામનગર ઈએસઆઈસી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગને લીધે અત્યાર સુધી ૧૦ લોકોના મૃત્યુ જયારે ૧૫૦થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. માણસ હંમેશા તેની માણસાઈથી જ મહાન બનતો હોય છે. હોસ્પિટલમાં લાગેલી આગમાં એક ડિલીવરી બોય એ મહત્વનું કામ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વિગીના એક ડિલીવરી બોયે […]

Top Stories India Trending
swiggy ESIC હોસ્પિટલ આગ : સ્વિગીના ડિલીવરી બોયે બહાદુરી બતાવીને ૧૦ લોકોને બચાવ્યા

૧૭ ડીસેમ્બરના રોજ અંધેરી ઇસ્ટમાં કામનગર ઈએસઆઈસી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગને લીધે અત્યાર સુધી ૧૦ લોકોના મૃત્યુ જયારે ૧૫૦થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા.

માણસ હંમેશા તેની માણસાઈથી જ મહાન બનતો હોય છે. હોસ્પિટલમાં લાગેલી આગમાં એક ડિલીવરી બોય એ મહત્વનું કામ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્વિગીના એક ડિલીવરી બોયે ૧૦ લોકોના જીવ બચાવ્યા છે. જો કે ઘુમાંદાની ઝપેટમાં આવી જતા હાલ તે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

સ્વિગીનો કર્મચારી સિદ્ધુ હનુમાનાબડે જમવાનું પહોચાડવા માટે જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે હોસ્પિટલમાંથી ઘુમાડા નીકળતા જોયા.

તેણે પોતાની મોટરસાઇકલ બાજુમાં મૂકી અને ફાયર બ્રિગેડની ટીમ સાથે કામે લાગી ગયો હતો. અધિકારીઓની અનુમતિ મળ્યા પછી તે ટીમને કામ કરાવવા લાગી ગયો હતો.

તે ફાયર બ્રિગેડની સીડી દ્વારા ચોથા માળ સુધી પહોચ્યો અને કેટલાક દર્દીઓ અને કર્મચારીઓને સુરક્ષિત બહાર નીકળ્યા.

સિદ્ધુએ બહાદુરી બતાવીને માત્ર બે કલાકમાં ૧૦ લોકોને સુરક્ષિત બહાર નીકળ્યા હતા. જોકે ધુમાડાના લીધે તે બેહોશ થઇ ગયો હતો.

તો બીજી તરફ આ આગના લીધે રાજકરણ પણ ગરમાયું હતું. શિવસેનાએ બીજેપી સરકાર અને રાજ્ય સરકાર પર નિશાનો સાધ્યો હતો. બુધવારે શિવસેનાએ દાવો કર્યો હતો કે મુંબઈમાં છેલ્લા ૧૦ વર્ષોમાં આગની ૮૪,૦૦૦ ઘટના થઇ છે જેમાં ૬૦૦ થી પણ વધારે લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે.