Not Set/ જમ્મુ-કાશ્મીર : પુલવામા જિલ્લામાં સેનાએ ૨ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનોને શનિવારે આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં વધુ એક સફળતા મળી છે. દક્ષિણી કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કરાયા છે. #UPDATE: 2 terrorists have been killed in the encounter between security forces and terrorists in Tikun village of Pulwama district. Incriminating materials including […]

Top Stories India Trending
RAJOURI જમ્મુ-કાશ્મીર : પુલવામા જિલ્લામાં સેનાએ ૨ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનોને શનિવારે આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં વધુ એક સફળતા મળી છે. દક્ષિણી કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કરાયા છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સવારે સેનાના જવાનોને બાતમી મળી હતી કે, પુલવામાંના તિક્કેન વિસ્તારમાં કેટલાક આતંકીઓ  છુપાયા છે. ત્યારબાદ આ ગુપ્ત માહિતીના આધારે રાષ્ટ્રીય રાઈફલ્સ, સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ અને CRPFની ટીમ મૌકા પર પહોંચી હતી.

જો કે આ ટીમ પહોચ્યા બાદ આતંકીઓએ તરત જ જવાનો પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. ત્યારબાદ સેના દ્વારા કરાયેલા જવાબી ફાયરિંગમાં બે આતંકીઓને ઠાર કરાયા છે.

એનકાઉન્ટરમાં ઠાર કરવામાં આવેલા બંને આતંકીઓની ઓળખ કરવામાં આવી ચૂકી છે. સેનાના જણાવ્યા મુજબ, એક આતંકીનું નામ લિયાકત અહેમદ છે, જયારે બીજાનું નામ વાજિદ છે.

લિયાકત અહેમદ પુલવામાંના નીચલા વિસ્તારનો રહેવાસી છે, જયારે બીજો આતંકી વાજિદ પુલવામાં જિલ્લાનો જ રહેવાસી છે.

સુરક્ષાબળોના જવાનોએ આતંકીઓ પાસેથી એક ઇન્સાસ રાઈફલ અને એક એસોલ્ટ રાઈફલ પણ જપ્ત કરી છે.