દાવો/ શિવસેનાના સંજ્ય રાવતનો મોટો દાવો હજુપણ BJPમાંથી રાજીનામાં પડશે,જાણો વિગત

ભારતીય જનતા પાર્ટી (BJP)માં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 14 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

Top Stories India
14 8 શિવસેનાના સંજ્ય રાવતનો મોટો દાવો હજુપણ BJPમાંથી રાજીનામાં પડશે,જાણો વિગત

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 14 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે યોગી સરકારમાંથી 10 વધુ મંત્રીઓ રાજીનામું આપશે. આ પવન ક્યાંથી ફૂંકાય છે, તમે સમજો છો.

સંજય રાઉતે કહ્યું, ‘મેં ગઈ કાલે કહ્યું હતું કે રાજીનામાની આ સંખ્યા વધતી જશે. તમે જુઓ પાંચ વર્ષથી લોકો દબાણ હેઠળ કામ કરતા હતા. બાય ધ વે, કંઈ થયું નથી, માત્ર ઘટના બની છે. દેશની જનતાને જે પ્રશ્નો હતા તે જ છે. 80 ટકા વિરુદ્ધ 20 ટકા કહેવાથી મતોનું ધ્રુવીકરણ થઈ શકે છે, પરંતુ દેશનો વિકાસ થઈ શકતો નથી. લોકો પરિવર્તન ઈચ્છે છે અને જ્યારે મંત્રી વિદાય લેતા હોય ત્યારે સમજો કે પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે  વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ યુપી સરકારમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપી દીધું હતું. તે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે. સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદ દારા સિંહ ચૌહાણ અને ધરમ સિંહ સૈની પણ યોગી સરકારથી અલગ થઈ ગયા છે.

આ સિવાય 6 ધારાસભ્યોએ પણ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારા ધારાસભ્યોના નામોમાં બ્રજેશ પ્રજાપતિ, રોશન લાલ વર્મા, ભગવતી સિંહ સાગર, મુકેશ વર્મા, વિનય શાક્ય અને બાલા અવસ્થીનો સમાવેશ થાય છે. ભાજપમાંથી અત્યાર સુધીમાં કુલ 14 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. તેમાંથી રાકેશ રાઠોડ, જય ચૌબે, માધુરી વર્મા અને આરકે શર્મા SPમાં જોડાઈ ચૂક્યા છે. આ સાથે જ અવતાર સિંહ ભડાના રાષ્ટ્રીય લોકદળમાં જોડાઈ ગયા છે.

બીજી તરફ, સુલતાનપુરની સદર વિધાનસભાના બીજેપી ધારાસભ્ય સીતારામ વર્માએ સપામાં જોડાવાની અફવાને નકારી કાઢી છે. તમને જણાવી દઈએ કે સીતારામ પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના નજીકના માનવામાં આવે છે. સ્વામી પ્રસાદ મૌર્ય સપામાં જતાની સાથે જ આ ચર્ચાએ જોર પકડ્યું હતું કે તેઓ પણ સપાના કુળમાં સામેલ થશે, પરંતુ આજે પત્રકાર પરિષદ યોજીને સીતારામ વર્માએ આ અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું