IPL 2023/ સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રને હરાવ્યું

સનરાઈઝર્સ હૈદરાબાદે ઓપનર હેરી બ્રુકની જોરદાર સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો

Top Stories Sports
13 10 સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રને હરાવ્યું

IPL 2023ની 19મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રનથી હરાવ્યું. સનરાઈઝર્સ હૈદરાબાદે ઓપનર હેરી બ્રુકની જોરદાર સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પાવરપ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ સુકાની નીતિશ રાણાએ કેપ્ટનશીપની ઇનિંગ રમીને જીતની આશા જગાવી હતી. પરંતુ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન જ બનાવી શકી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રૂકની સદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા છે. આ સિઝનનો આ સૌથી મોટો સ્કોર છે, જેમાં બ્રુકે અણનમ 100 અને માર્કરામે 50 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આન્દ્રે રસેલ સૌથી સફળ બોલર રહ્યો છે. KKR તરફથી આન્દ્રે રસેલે ત્રણ અને વરુણ ચક્રવર્તીએ એક વિકેટ ઝડપી હતી. હૈદરાબાદ માટે હેરી બ્રુકે સૌથી વધુ 100 રન બનાવ્યા, જે IPL 2023ની પ્રથમ સદી છે. પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને હેરી બ્રુક અને મયંક અગ્રવાલે સારી શરૂઆત આપી હતી. મયંક માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ હેરી બ્રુક ઝડપી સ્કોર કરતો જોવા મળ્યો હતો. રાહુલ ત્રિપાઠી પણ 9 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન એડન માર્કરામે હેરી બ્રુક સાથે મળીને ત્રીજી વિકેટ માટે 72 રન જોડ્યા હતા. એડન માર્કરામ 50 રન બનાવીને આઉટ થયો હતો. બ્રુક અને અભિષેકે 33 બોલમાં 72 રનની ભાગીદારી નોંધાવી હતી. અભિષેક 17 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી હેરી બ્રુકે સદી પૂરી કરી. હેનરિક ક્લાસને 6 બોલમાં 16 રન બનાવ્યા હતા.