Not Set/ આંબેડકર મૃત્યુ જયંતિ: 63માં મહાપરિનિર્વાણ દિવસે દેશનાં નેતાઓએ એમને આપી શ્રધ્ધાંજલિ

ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે 62મી મૃત્યુ જયંતિ છે. ભારતીય બંધારણનાં પિતા ગણાતાં આંબેડકર એક રાજકારણી, સમાજ સુધારક અને ઈકોનોમિસ્ટ પણ હતા. એમણે દલિતો, મહિલાઓ અને મજુરોને થતાં અન્યાય સામે અભિયાન ચલાવ્યું હતું. વર્ષ 1956 માં આ દિવસે તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારથી દર વર્ષે આ દિવસને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભીમરાવ […]

Top Stories India Politics
DR B A AMBEDKAR આંબેડકર મૃત્યુ જયંતિ: 63માં મહાપરિનિર્વાણ દિવસે દેશનાં નેતાઓએ એમને આપી શ્રધ્ધાંજલિ

ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે 62મી મૃત્યુ જયંતિ છે. ભારતીય બંધારણનાં પિતા ગણાતાં આંબેડકર એક રાજકારણી, સમાજ સુધારક અને ઈકોનોમિસ્ટ પણ હતા. એમણે દલિતો, મહિલાઓ અને મજુરોને થતાં અન્યાય સામે અભિયાન ચલાવ્યું હતું.

વર્ષ 1956 માં આ દિવસે તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારથી દર વર્ષે આ દિવસને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભીમરાવ આંબેડકર બાબા સાહેબ આંબેડકરનાં નામે લોકપ્રિય થયા હતા. એમણે છૂત – અછૂત સામે લડત લડી હતી. તેઓ સ્વતંત્ર ભારતનાં પહેલાં લો એન્ડ જસ્ટિસ મંત્રી હતા.

રાષ્ટ્રપતિ રામનાથે પાર્લામેન્ટ હાઉસમાં સંસદ ભવનમાં આવેલાં બાબા સાહેબની મૂર્તિને ફૂલ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી.

વાઈસ પ્રેસિડેન્ટ, વડાપ્રધાન મોદી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, લોક સભા સ્પીકર સુમિત્રા મહાજન, કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી અને બીજા ઘણાં નેતાઓએ બાબા સાહેબને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.