સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું
આપના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા..
વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરોએ આપને કર્યા રામરામ
ટૂંકા સમયમાં 10 કોર્પોરેટર એ પાર્ટી ને કર્યા રામ રામ
ગુજરાતમાં આંમ આદમી પાર્ટીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, સુરતમાં આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરોએ ભાજપ કેસરિયો ખેસ ધારણ કર્યો છે,સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા છે.
ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.
