Surat News : સુરતના પાનસરા ગામ પાસેથી પસાર થતી કીમ નદીમાં અચાનક જ મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં ચકચાર મચી ગઈ છે. નદી કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ઘટના પાછળ નજીકની કોઈ કંપની દ્વારા દૂષિત પાણી અથવા ઝેરી કેમિકલ નદીમાં છોડવામાં આવ્યું હોવાની આશંકા છે. આ અંગે અગાઉ પણ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
માછલીઓના મોતથી નદી કિનારે દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયું છે. લોકોએ GPCB સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, GPCB દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે કંપનીઓ બેફામ બની ગઈ છે અને નદીમાં પ્રદૂષણ ફેલાવી રહી છે. સ્થાનિક લોકોએ સરકાર અને GPCB સમક્ષ માંગ કરી છે કે, તાત્કાલિક આ ઘટનાની તપાસ કરવામાં આવે અને જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી