Not Set/ રાજકોટનાં વેપારી દ્વારા ટ્રાફિક નિયમોનાં વિરોધ, બજારો બંધ

રાજકોટ:ટ્રાફિક નિયમના કાયદાનો વિરોધ વેપારીઓએ બંધ પાળી નોંધાવ્યો વિરોધ સોની બજાર બંધ રાખી વેપારીઓનો વિરોધ ટ્રાફિક નિયમના આકરા દંડ મુદ્દે કર્યો વિરોધ લોકો કરી રહ્યા છે સરકાર સામે આક્ષેપો ગુજરાતભરમાં આજથી ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થઇ ગયા છે. ત્યારે ભારે ભરખમ દંડની રકમ સાથેનાં નવા નિયમો લાગુ કરવામાં આવતા આજે રાજકોટ વેપારી મંડળો અને સામાન્ય […]

Gujarat Rajkot
  • રાજકોટ:ટ્રાફિક નિયમના કાયદાનો વિરોધ
  • વેપારીઓએ બંધ પાળી નોંધાવ્યો વિરોધ
  • સોની બજાર બંધ રાખી વેપારીઓનો વિરોધ
  • ટ્રાફિક નિયમના આકરા દંડ મુદ્દે કર્યો વિરોધ
  • લોકો કરી રહ્યા છે સરકાર સામે આક્ષેપો

ગુજરાતભરમાં આજથી ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થઇ ગયા છે. ત્યારે ભારે ભરખમ દંડની રકમ સાથેનાં નવા નિયમો લાગુ કરવામાં આવતા આજે રાજકોટ વેપારી મંડળો અને સામાન્ય જનતા દ્વારા બંધ પાડવામાં આવ્યું છે. રાજકોટનાં વેપારીઓ પોતાનો કામ – ધંધો બંધ રાખી નવા નિયમોનો વિરોધ નોંધાવી રહ્યા છે.

મહદ અંશે શહેરની દુકાનો અને બજારો બંધ જોવામાં આવી રહી છે. ત્યારે જુનાં રાજકોટ શહેરમાં અને સોની બજારમાં થોડી ચહેલ પહેલ જોવામાં આવે છે. આ વિસ્તારો બાદ કરતા સમગ્ર રાજકોટનાં વેપારીઓ જનતા બંધનાં ટેકામાં જોડ઼ાયાનું સામે આવી રહ્યું છે.

રાજકોટમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ કરી દેવામાં આવી છે. ટ્રાફિક નિયમ અને દંડના મુદ્દે લોકોમાં રોષ જોવામાં આવી રહ્યો છે. નવા નિયમો અને દંડ પર નાગરિકો ઠેરઠેર વિરોધ પર ઉતરી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટમાં લોકોની લાગણી અનુસાર નાગરિકોનો સરકાર પર જોહુકમી ચલાવવાતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, સરકારની વીમા કંપનીઓ સાથે મિલીભગત છે. અને માટે જ કોઇ પણ જાતનાં ગણિત વીના નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે સરકારનાં આંકડા મુજબ એટલા વાહનોમાં વિમો અને PUC બાકી છે જે, આટલી ઝડપથી કઢાવવા મુશ્કેલ જ નહી પણ મહદ અંશે અસંભવ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન