Ahmedabad News/ અમદાવાદમાં SGSTના દરોડા, બિલ વગર લઈ જવાતું 120 કિલો ચાંદી, સોનું અને કિંમતી પથ્થરો જપ્ત

Ahmedabadમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી દરમિયાન 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનુ અને કિંમતી પથ્થરો સહિત રૂ. 4.25 કરોડનો જથ્થો જપ્ત થયો.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad SGST Gold Silver Raid

Ahmedabad SGST Gold Silver Raid: અમદાવાદમાં રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્ક્વોડ ટીમે મોટી કાર્યવાહી કરતાં કરોડો રૂપિયાના કિંમતી માલસામાનનો જથ્થો ઝડપી પાડ્યો છે. યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા સોનું, ચાંદી અને કિંમતી પથ્થરો જપ્ત થતાં વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ સ્ટેટ GST વિભાગે અમદાવાદ વિસ્તારમાં ખાસ ચેકિંગ અભિયાન દરમિયાન આ કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad SGST Gold Silver Raid

Ahmedabad : 120 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનુ ઝડપાયું

અધિકારીઓના જણાવ્યા અનુસાર ચકાસણી દરમિયાન અંદાજે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ લગભગ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરાયેલા માલસામાનની કુલ કિંમત રૂ. 4.25 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.

યોગ્ય દસ્તાવેજો ન મળતાં કાર્યવાહી

મોબાઇલ સ્ક્વોડ ટીમ દ્વારા વાહનો અને માલસામાનની તપાસ દરમિયાન દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન માલસામાન સંબંધિત જરૂરી બિલ, ઇ-વે બિલ અને ટ્રાન્સપોર્ટ દસ્તાવેજો સંતોષકારક ન હોવાનું જણાતા અધિકારીઓએ જથ્થો કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી હતી.

કિંમતી પથ્થરો મળતાં તપાસ વધુ ગંભીર

આ કાર્યવાહી દરમિયાન માત્ર સોનું અને ચાંદી જ નહીં પરંતુ મોટી માત્રામાં કિંમતી પથ્થરો પણ ઝડપાતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.સ્ટેટ GST વિભાગ હાલ આ પથ્થરોની ખરીદી-વેચાણ, માલિકી અને ટેક્સ સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે.

Ahmedabad SGST Gold Silver Raid

અગાઉ પણ મોટી કાર્યવાહી થઈ હતી

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પણ રાજ્યમાં મોટી માત્રામાં ચાંદી ઝડપાઈ હતી.17 મે, 2026ના રોજ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સેન્ટ્રલ એજન્સીઓના ઇનપુટ આધારે ગુજરાત ATSએ આશરે 180 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત લગભગ રૂ. 5 કરોડ હોવાનું સામે આવ્યું હતું.આ જથ્થો વારાણસીથી મુંબઈ મારફતે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી સામે આવી હતી, જેના આધારે વેપારીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ હતી.

12 કલાકમાં 280 કિલો ચાંદી ઝડપાઈ હતી

તે જ સમયગાળામાં સ્ટેટ GST વિભાગે અમદાવાદથી રાજકોટ જતી વધુ 100 કિલો ચાંદી સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો.આ રીતે માત્ર 12 કલાકના ગાળામાં કુલ 280 કિલો ચાંદી ઝડપાતા સુરક્ષા અને વેરા એજન્સીઓ વધુ સતર્ક બની હતી.


આ પણ વાંચો: DRI વિભાગનું સુરતમાં સૌથી મોટું ઓપરેશન, અંદાજે 80 કરોડનું સોનું ઝડપાયું, બે શખ્સોની અટકાયત

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પરથી જંગી પ્રમાણમાં ઝડપાયું સોનું

આ પણ વાંચો:  સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ત્રણ કરોડનું સોનું ઝડપાયું