Surat News/ DRI વિભાગનું સુરતમાં સૌથી મોટું ઓપરેશન, અંદાજે 80 કરોડનું સોનું ઝડપાયું, બે શખ્સોની અટકાયત

સાથે અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે.  

Top Stories Gujarat Surat

Surat News: સુરતમાં (Surat) ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સ (DRI) વિભાગને મોટી સફળતા મળી છે. DRIએ સુરત રેલ્વે સ્ટેશનથી અમદાવાદથી મુંબઈ જઈ રહેલા બે શખ્સોને 10 કિલો સોના (10 Kg Gold) સાથે અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે.

Directorate of Revenue Intelligence - Wikipedia

ડીઆરઆઈએ બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશને વોચ રાખી હતી, માહિતી મુજબ બે શખ્સો અમદાવાદ એરપોર્ટ પર જંગી મત્તાના સોના સાથે ઊતર્યા હતા. અમદાવાદ એરપોર્ટથી બંને જણા મુંબઈ ટ્રેનથી જઈ રહ્યા હતા. દરમિયાન DRI સુરતની ટીમે ભરૂચ, અંકલેશ્વર રેલવે સ્ટેશને ટીમો મોકલી સુરત રેલ્વે સ્ટેશન આવે એ પહેલા ચાલુ ટ્રેનમાં બંને શખ્સોની અટકાયત કરી હતી.

Pro and Con: Gold Standard | Britannica

DRIએ 10 કિલો સોના સાથે બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. હાલ બંને શખ્સો દુબઈથી સોનું લાવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. જેની કિંમત અંદાજે રૂપિયા 80 કરોડ છે. દાણચોરીના સોનાની હાલ બધા પાસાઓથી તપાસ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય એજન્સીઓ હાલ કંઈ પણ કહેવનાનો ઈન્કાર કર્યો છે. અગાઉ સુરત એરપોર્ટ પરથી સોનાની વધુ એક સ્મગલિંગ ઝડપાઈ આવી છે, આ સ્મગલિંગ દુબઈથી સુરત આવતી સુરત-શારજાહની ફ્લાઈટમાં થઇ હતી, બેલ્ટના બક્કલમાં 150 ગ્રામ એટલે યુવકના બેલ્ટમાંથી રૂ 11 લાખનું સોનું કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીયો પાસે છે 25000 ટન સોનું! 5 વર્ષમાં બમણું થઈ જશે ગોલ્ડ લોન માર્કેટ

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઝડપવામાં વધારો

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પરથી જંગી પ્રમાણમાં ઝડપાયું સોનું