રાજ્યમાં ભારે વરસાદના લીધે ચોમેર પાણી Rainy road ભરાયા છે અને તેના લીધે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. આના લીધે એકબીજા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં Rainy road ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે વિવિધ સ્થાનો પર જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત વલસાડમા 54 રસ્તા બંધ થયા છે.આ સાથે જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પરીસ્થિતિ ની જાણકારી લેવા માટે લોકોની વચ્ચે પહોચ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અસર ગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન અને હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી.

તેમણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી સાથે આ વેળાએ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર શ્રી બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
આ પણ વાંચોઃ Gujarat Rain/ રાજ્યમાં ભારે વરસાદના પગલે કયા-કયા રસ્તા બંધ અને એસટીની ટ્રિપો રદ થઈ તે જાણો
આ પણ વાંચોઃ Ecourt/ એક જ દાયકામાં ઇ-કોર્ટના વ્યવહાર એકથી 3.26 અબજ સુધી પહોંચ્યાઃ ચંદ્રચુડ
આ પણ વાંચોઃ High Court-Teesta Setalvad/ તિસ્તાને ગુજરાત હાઇકોર્ટ તરફથી લાગ્યો મોટો ઝાટકોઃ સરન્ડર કરવા આદેશ
આ પણ વાંચોઃ Kenya Accident/ કેન્યામાં ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ફરી વળતા 50ના મોત
