Ecourt/ એક જ દાયકામાં ઇ-કોર્ટના વ્યવહાર એકથી 3.26 અબજ સુધી પહોંચ્યાઃ ચંદ્રચુડ

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે કોર્ટોના Ecourt ચુકાદાઓ હંમેશા ટોક ઓફ ધ ટાઉન બનતા હોય છે, પરંતુ કોર્ટ આ સિવાય પણ ઘણુ કામ કરે છે.

Top Stories India
Chandrachud એક જ દાયકામાં ઇ-કોર્ટના વ્યવહાર એકથી 3.26 અબજ સુધી પહોંચ્યાઃ ચંદ્રચુડ

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે કોર્ટોના Ecourt ચુકાદાઓ હંમેશા ટોક ઓફ ધ ટાઉન બનતા હોય છે, પરંતુ કોર્ટ આ સિવાય પણ ઘણુ કામ કરે છે. તેમણે આ અંગે સમજાવતા કહ્યું હતું કે ઈ-કોર્ટ સેવાઓ માટે 2013માં બનાવવામાં આવેલી વેબસાઈટએ 2020માં 2.54 અબજ વ્યવહારો કર્યા છે. જે 2021માં વધીને 3.20 અબજ અને 2022માં 3.26 અબજ સુધી પહોંચી ગયા છે. આમ દેશની કોર્ટના બેક એન્ડ પર મોટા પ્રમાણમાં કામ થઈ રહ્યું છે

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યુ હતું કે નિર્ણયો સિવાય Ecourt કોર્ટ પણ એવી ઘણું કાર્ય કરે છે જેના વિશે લોકોને જાણવાની જરુર છે. જ્યારે પણ સમય હતો કે અદાલતે પોતાનું માર્કેટિંગ કરવું જોઈતું હતું ત્યારે તેણે એવું ન કર્યું કારણ કે તેને લાગ્યું કે ન્યાયતંત્રને માર્કેટિંગની જરૂર નથી. આ કિસ્સામાં અમે નબળા કોમ્યુનિકેટર્સ રહ્યા છીએ. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે શ્રીનગરમાં 19મી લીગલ સર્વિસ ઓથોરિટીની બેઠકમાં ઉદ્ઘાટનમાં સંબોધન કર્યું હતું.

કોર્ટ તેના નિર્ણયોથી ઓળખાય છે
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ન્યાયતંત્ર બે બાબતો માટે Ecourt જાણીતું છે પ્રથમ તે કેસ જેમાં તેણે નિર્ણયો આપ્યા છે અને બીજું તે કેસ જેમાં તેણે નિર્ણયો આપ્યા નથી. તેમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે ન્યાયતંત્રમાં વિલંબથી પણ ન્યાયતંત્રને જાણી શકાય છે.

લોકો અમારા નિર્ણયો વિશે જાણતા રહે છે જેમાં અમે નિર્ણયો આપતા રહીએ છીએ પરંતુ લોકોને ન્યાયતંત્રની અગાઉની ઓફિસોમાં કરવામાં આવેલા કામ વિશે બહુ ઓછી જાણકારી છે તેમ તેમણે કહ્યું હતું. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે ભારતીય ન્યાયતંત્રના અગાઉના કાર્યાલયોમાં થયેલા કામ પર પણ પ્રકાશ ફેંકીએ કારણ કે આ આપણી ન્યાયતંત્રની કરોડરજ્જુ છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ હાલ જમ્મુ અને કાશ્મીરના Ecourt પ્રવાસ પર છે આ દરમિયાન તેમણે શ્રીનગરમાં સંબોધન કર્યું હતું જેમા તેમણે ન્યાયિક પ્રણાલીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે અમારા નિર્ણયો પર વારંવાર ચર્ચા કરવામાં આવે છે પરંતુ આ સિવાય કોર્ટ પણ ઘણું કામ કરે છે જે હેડલાઈન બનતી નથી.

 

આ પણ વાંચોઃ High Court-Teesta Setalvad/ તિસ્તાને ગુજરાત હાઇકોર્ટ તરફથી લાગ્યો મોટો ઝાટકોઃ સરન્ડર કરવા આદેશ

આ પણ વાંચોઃ Kenya Accident/ કેન્યામાં ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ફરી વળતા 50ના મોત

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદ/ ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

આ પણ વાંચોઃ Animal Husbandry/ પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા કયા મહત્વના નિર્ણય તે જાણો

આ પણ વાંચોઃ Ambalal Forecast/ અંબાલાલ સાચા પડ્યાઃ રાજ્યમાં પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ