Kenya Accident/ કેન્યામાં ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ફરી વળતા 50ના મોત

કેન્યામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 50ના મોત નીપજ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં, પશ્ચિમી શહેર કેરીચોની નજીક લોન્ડિયાની જંક્શન માટે શિપિંગ કન્ટેનર વહન કરતી એક ટ્રકે નિયંત્રણ ગુમાવતા 50ના મોત થયા છે.

Top Stories World

કેન્યામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 50ના મોત નીપજ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં, પશ્ચિમી શહેર કેરીચોની નજીક લોન્ડિયાની જંક્શન માટે શિપિંગ કન્ટેનર વહન કરતી એક ટ્રકે નિયંત્રણ ગુમાવતા તે લોકો અને વાહનો પર ધસી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

બચાવકર્તાઓએ કાટમાળને દૂર કરી રહ્યા છે, જ્યાં વધુ પીડિતો ફસાયા હોવાની આશંકા છે. કેન્યામાં કેટલાંક વર્ષોના સૌથી ભયંકર અકસ્માતોમાંના એકમાં, શુક્રવારે સાંજે એક વ્યસ્ત રોડ જંક્શન પર ટ્રકચાલકે અંકુશ ગુમાવતા ટ્રક અન્ય ઘણા વાહનો અને લોકો પર ફરી વળી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પરિવહન પ્રધાન કિપચુમ્બા મુર્કોમેને દુર્ઘટનાના સ્થળની મુલાકાત દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે દુર્ભાગ્યે આપણે અહીં લોન્ડિયાનીમાં એક અકસ્માતમાં 50 લોકોએ જીવ ગુમાવ્યા. બચાવકર્તાઓએ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની શોધ ફરી શરૂ કરી છે, જે તળાવના કિનારે આવેલા શહેર નાકુરુ અને કેરીચો વચ્ચેના હાઇવે પર સર્જાયો હતો.

“તલાશ જારી છે, અને અમે કાટમાળમાંથી બે મૃતદેહોને કાઢવા માંગીએ છીએ, અમને ખબર નથી કે ત્યાં વધુ છે કે નહીં,” એમ રિફ્ટ વેલી પ્રાદેશિક કમિશનર અબ્દી હસને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોન્ડિયાની જંકશન પર ટ્રકે કાર, મિનિબસ, બોડા બોડા (મોટરસાઇકલ ટેક્સી) અને માર્કેટ સ્ટોલને ટક્કર મારતાં 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ શુક્રવારે મોડી રાત્રે 48 મૃતકોની માહિતી આપી હતી. ટ્રક ડ્રાઇવર અંગે કી તાત્કાલિક જાણકારી મળી નથી. રાષ્ટ્રપતિ વિલિયમ રુટો સહિત કેન્યાના નેતાઓએ અકસ્માત બાદ શોક વ્યક્ત કર્યો હતો અને લોન્ડિયાની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી, ઘણા લોકોએ ટ્વિટર પર લોન્ડિયાની શબ્દની બાજુમાં મીણબત્તીની તસવીરો પોસ્ટ કરી હતી.

જોએલ રોટિચ નામના એક સાક્ષીએ કહ્યું, “અકસ્માત અચાનક જ થયો, તેમાંથી ઘણાને બચવાનો સમય નહોતો.” “ત્યાં ઘણી મૂંઝવણ હતી કારણ કે લોકો ચારે બાજુ ચીસો પાડી રહ્યા હતા અને દરેક લોકો અકસ્માત પછી દોડી રહ્યા હતા.”કેન્યાના નેશનલ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી ઓથોરિટીના આંકડાઓ અનુસાર, ગયા વર્ષે ઓછામાં ઓછા 21,760 લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં 4,690 લોકો મૃત્યુ પામ્યા હતા.

 

આ પણ વાંચોઃ Animal Husbandry/ પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા કયા મહત્વના નિર્ણય તે જાણો

આ પણ વાંચોઃ Ambalal Forecast/ અંબાલાલ સાચા પડ્યાઃ રાજ્યમાં પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં વરસાદનો ઓવરટાઇમ, સીએમના ઉજાગરા અને દોડતી એનડીઆરએફ

આ પણ વાંચોઃ Accident/ મહારાષ્ટ્રમાં જીવલેણ અકસ્માતમાં 26 ભૂંજાયા

આ પણ વાંચોઃ અંધાધૂંધ વરસાદ/ 2.5 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીનું પાણી મપાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ