Ambalal forecast/ અંબાલાલ સાચા પડ્યાઃ રાજ્યમાં પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ

રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલે કરેલી આગાહી સાચી પડી છે. રાજ્યમાં વરસાદ મનમૂકીને પડવા લાગ્યો છે. અંબાલાલે કહ્યું હતું તેમ વરસાદે આવતાની સાથે જ ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રનો જૂનાગઢમાં ઓજત ડેમ ઓવર ફ્લો થઈ જતા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. તેના લીધે દસ ગામે એલર્ટ કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Heavyrain Gujarat 1 અંબાલાલ સાચા પડ્યાઃ રાજ્યમાં પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ

રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલે કરેલી આગાહી Ambalal Forecast સાચી પડી છે. રાજ્યમાં વરસાદ મનમૂકીને પડવા લાગ્યો છે. અંબાલાલે કહ્યું હતું તેમ વરસાદે આવતાની સાથે જ ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રનો જૂનાગઢમાં ઓજત ડેમ ઓવર ફ્લો થઈ જતા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. તેના લીધે દસ ગામે એલર્ટ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડતા ઓજત ડેમ ઓવરફ્લો થઈ જતા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના પગલે 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જૂનાગઢના ભેંસાણમાં બે કલાકમાં જ 5.5 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Heavy rain Gujaraat 2 અંબાલાલ સાચા પડ્યાઃ રાજ્યમાં પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ

આ ઉપરાંત ભારે વરસાદના લીધે જામનગરને પાણી પૂરુ પાડતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. રણજીતસાગર ડેમમાં એક જ દિવસમાં સાત ફૂટ પાણીની વક થઈ ગઈ છે. તેના લીધે જામનગર જિલ્લાની Ambalal Forecast આ વખતની પીવાના પાણીની તકલીફ ખતમ થઈ ગઈ છે. હજી પણ સૌરાષ્ટ્રમા અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ચારથી નવ ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢની 158 ટ્રિપો રદ થઈ ચૂકી છે. ગીર સોમનાથ જિલ્લામાં પાણી છે.

ફક્ત સૌરાષ્ટ્ર જ નહી કચ્છમાં પણ ભારે વરસાદના પગલે તેનો ટપર ડેમ દોઢ મીટરની ઊંચાઈ ઓવરફ્લોથઈ ગયો છે. તેના લીધે ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. કચ્છમાં ગાંધીધામના મુખ્ય માર્ગો પર પાણી જ છે. રાજ્યમાં ગઈકાલથી જ અમદાવાદ શહેર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. રાજયના બે ક્લાકમાં 96 તાલુકામાં તેમજ છેલ્લા 24 કલાકમાં રાજયના 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા.

 Rain Gujarat 1 અંબાલાલ સાચા પડ્યાઃ રાજ્યમાં પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ

અમદાવાદમાં શહેરમાં ગઈકાલે વરસાદે Ambalal Forecast મુશળધાર વરસાદ પડતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શહેરમાં આજે વહેલી વહેલી સવારે પણ અનેક વિસ્તારમાં વરસી પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ બે ઈંચ વરસાદ વરસાદ નોંધાયો હતો જેમા ધંધૂકામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ, શહેરમાં બે ઈંચ, સાણંદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જોધપુરમાં 6.5, બોપલમાં 5 ઈંચ, સાયન્સ સિટીમાં 5, બોડકદેવમાં 4.5 ઈંચ, ગોતામાં 3, ચાંદોડિયામાં 3.5 ઈંચ, રાણીપ, ઉસ્માનપુરામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ધોધમાર વરસાદથી સાબરમતીના જળસ્તર વધ્યા છે.
24 કલાકમાં રાજયના 200 તાલુકામાં વરસાદ

રાજ્યમાં અવિરત મેઘમહેર ચાલુ છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા સૌથી વધુ વિસાવદરમાં 16 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામનગરમાં 11, કપરાડામાં 10 ઈંચ, અંજારમાં 9.5, ખેરગામમાં 9 ઈંચ, ભેંસાણમાં અને બગસરામાં 8 ઈંચ વરસાદ, બેચરાજી, ધરમપુર,રાજુલામાં 7 ઈંચ તેમજ 38 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાજયના 12 તાલુકામાં બે કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

 

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં વરસાદનો ઓવરટાઇમ, સીએમના ઉજાગરા અને દોડતી એનડીઆરએફ

આ પણ વાંચોઃ Accident/ મહારાષ્ટ્રમાં જીવલેણ અકસ્માતમાં 26 ભૂંજાયા

આ પણ વાંચોઃ અંધાધૂંધ વરસાદ/ 2.5 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીનું પાણી મપાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ

આ પણ વાંચોઃ  RFID Card/ અમરનાથ ભક્તોને સરકારની ચેતવણી… આ આઈ-કાર્ડ વિના યાત્રા નહીં કરી શકો

આ પણ વાંચોઃ  MP High Court/  સહમતિથી સંબંધ બાંધવાની ઉંમર 16 વર્ષ હોવી જોઈએ, હાઈકોર્ટે કહ્યું- ઈન્ટરનેટ યુગમાં બાળકો જલ્દી યુવાન થઈ રહ્યા છે