Temple/ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજનાલય, ઉતારા બંધ

વડતાલ મંદિરના ભોજનાલય અને ઉતારા 5 થી 15 બંધ

Gujarat
vadtal વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજનાલય, ઉતારા બંધ

વડતલાનું સ્વામિનારાયણ મંદિર આસ્થાનું પ્રતિક સમુ છે. હરીભક્તો  પુનમ અને અગીયારે ભુલ્યા વગર દર્શનાર્થે જતા હોય છે. બહારગામથી પણ મોટી સંખ્યા લોકો અહીં આવતા હોય છે. પરંતુ કોરોનાને લઇને હવે એક નિર્ણય લેવામાં આવ્યો છે. 5થી આગામી 15 એપ્રીલ સુધી મંદિરના ભોજનાલય અને ઉતારા બંધ રાખવામાં આવશે. 

કોરોનાની બીજી લહેરે દેશમાં જે પ્રમાણે હાહાકાર મચાવ્યો છે. તે જોતા દરેક વ્યક્તિમાં ડર છે. ગુજરાતમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. ઘણા  બધા ગામડાઓએ તો સ્વૈચ્છિકે લોકડાઉન કરી રહ્યા છે.ખેડા જીલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ધાર્મિક સ્થાન વડતાલ મંદિરના વહીવટ કર્તાઓએ પણ મહત્વનો નિર્ણય કર્યો છે. આજથી લઇને આગામી પંદર તારીખ સુધી ભોજનાલયો અને ઉતારાઓ સંર્પૂણપણે બંધ રાખવામાં આવશે.

મોટા પ્રમાણમાં ભક્તો આવે છે

વડતાલ મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા ઘણા મોટા પ્રમાણમાં છે. જેના કારણે કોરોના ફેલાવાનો ભય રહેલો છે. લાખોની સંખ્યામાં ધાર્મિક યાત્રાળુઓ વડતાલ મંદિરના દર્શનાર્થે આવતા હોય છે. માટે મંદિરના સંતો, ભક્તો કોઇ પણ રીતે કોરોના સંક્રમીતના થાય તેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાઇડલાઇન પ્રમાણે દર્શન કરી શકાશે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો માટે દર્શન ચાલુ રાખવામાં આવ્યા છે. પરંતુ ઉલ્લેખનીય છે કે જે પણ હરીભક્ત દર્શન માટે આવે તેમને કોવિડ-19 ગાઇડલાઇનનું ચુસ્ત પ્રમાણે પાલન કરવુ પડશે. હવે ભક્તો ભોજનાલયમાં પ્રસાદ લેવાનો લાહ્યો તો નહીં જ લઇ શકે પરંતુ બહારાગામથી આવતા હરીભક્તોએ પણ ખાસ ધ્યાન રાખવુ પડશે કે તેમને મંદિરમાં ઉતારાની વ્યવસ્થા પુર્ણ નહીં પાડવામાં આવે.