નિવેદન/ હું રાજકારણમાં આવું,પરંતુ રાજકારણમાં જોડાવા મને થોડો સમય આપો: નરેશ પટેલ

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, બધાની લાગણી છે કે હું રાજકારણમાં આવું,પરંતુ રાજકારણમાં જોડાવા મને થોડો સમય આપો હું રાજકારણમાં જોડાવા અંગે મીડિયાથી જાણ કરીશ.

Top Stories Rajkot Gujarat
નરેશ પટેલ
  • પાસ કન્વીનરો અને નરેશ પટેલ વચ્ચે બેઠક
  • બેઠક પહેલા નરેશ પટેલે આપ્યું નિવેદન
  • બધાની લાગણી છે કે હું રાજકારણમાં આવું
  • રાજકારણમાં જોડાવા મને થોડો સમય આપો

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ ખુબ ચર્ચામાં છે. નરેશ પટેલ રાજનીતિમાં એન્ટ્રી કરશે તેની ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી છે. આ વચ્ચે આજે કાગવડમાં ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર સહિત 300 જેટલા સમર્થકો ખોડલધામમાં પહોંચ્યા છે.ત્યારે પાસ કન્વીનરો અને નરેશ પટેલ વચ્ચે બેઠક મળી છે.જો કે, આ બેઠક પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, બધાની લાગણી છે કે હું રાજકારણમાં આવું,પરંતુ રાજકારણમાં જોડાવા મને થોડો સમય આપો હું રાજકારણમાં જોડાવા અંગે મીડિયાથી જાણ કરીશ.અને રાજકારણમાં જોડાવવાના નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ..તેમજ તેમને વધુમાં જણાવ્યું હતું કે, ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી.પવિત્ર પરિસરમાં ક્યારેય રાજકારણની વાત કરતા નથી.ફક્ત સંગઠનની જ વાત જ કરશું.

ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ આજે નરેશ પટેલને મળવા પહોંચ્યા છે. આ વચ્ચે પાસના કન્વીનર ગીતાબેન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તેવી ઈચ્છા છે. આ સાથે તેમણે કહ્યું કે, નરેશભાઈ ગમે તે પક્ષમાં જાય તો પણ મારી શુભેચ્છા જોડાયેલી છે. ગીતાબેને કહ્યું કે, સમાજની લડાઈ લડવી હોય તો સામા પક્ષે રહીને લડવાની હોય છે. તેમણે કહ્યું કે, સરકારે પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ કેસ પાછા ખેંચ્યા નથી.

દિલીપ સંઘાણી એ કરેલા આક્ષેપો પર નરેશ પટેલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તેમને સતત વાતો થઇ રહી છે, પરંતુ એક મિત્ર તરીકે તેમની આ વાત હોઈ શકે છે. અરવિંદ કેજરીવાલ સાથે નજીકના ભવિષ્યમાં કોઈ મુલાકાત કે વાત થઈ હોય તેને લઈને નરેશ પટેલે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. રાજકોટમાં આજે યોજાયેલી લેઉવા પાટીદાર સમાજની બેઠકમાં સમગ્ર દેશમાંથી લેઉવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.જે પૈકીના એક ડોક્ટર ડાહ્યાભાઇ પટેલ પાટીદાર સમાજ અને ખાસ કરીને લેઉઆ પટેલ સમાજ પર વર્ચસ્વ ધરાવે છે.

નરેશ પટેલે પણ સ્વીકાર કર્યો હતો કે, ડાહ્યાભાઈ પટેલ તેમના વડીલ છે. એમનું પણ તેઓ માર્ગદર્શન લેશે. લેઉવા પાટીદાર સમાજ સમગ્ર રાજ્ય અને દેશમાં ખૂબ મોટા સમાજ તરીકે નામના ધરાવે છે, ત્યારે કોઈપણ રાજકીય નિર્ણય કરતા પૂર્વે સમાજના 2-4 આગેવાનો કે વડીલોને પૂછીને નિર્ણય કરવાની જગ્યા પર સમગ્ર સમાજના શ્રેષ્ઠીઓનો નિર્ણય અને તેમનો અભિપ્રાય મેળવ્યા બાદ સક્રિય રાજકારણમાં જોડાવાને લઈને તેઓ કોઇ અંતિમ નિર્ણય કરશે. સમગ્ર મામલા પર આગામી 30મી માર્ચ સુધી પડદો ઊંચકાઈ જશે એવું ખુદ નરેશ પટેલ કહી રહ્યા છે.

ખોડલધામ ખાતે ગીતાબહેન પટેલ અને ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ વચ્ચે મહત્વની બેઠક પણ થશે. કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડી ચુકેલા ગીતાબહેન પટેલે કહ્યુ છે કે નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાય તેવી ઈચ્છા છે. તેમણે કહ્યું છે કે નરેશભાઈ ભાજપમાં જોડાય નહીં તેવી તેમની ઈચ્છા છે. સરકારે પાટીદારો પર અત્યાચાર કર્યો છે. માટે સમાજની લડાઈ સામા પક્ષે રહીને જ લડવી પડે. ગીતાબહેન પટેલે કહ્યું છે કે સરકાર પાટીદારો પરના કેસ પાછા ખેંચવાની વાત કરે છે. પણ પાટીદારો સામેના કેસ પાછા ખેંચાયા નથી. મહત્વપૂર્ણ છે કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજનીતિમાં સામેલ થવાનો નિર્ણય સમાજને અભિપ્રાય પ્રમાણે કરવાના છે. તેમને કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ તરફથી આમંત્રણો મળી ચુક્યા છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ મામલે માર્ચના આખરમાં ઘોષણા કરવાના છે. ત્યારે તમામ રાજકીય પક્ષો તેમને પોતાની સાથે જોડવા માટે સીધી કે આડકતરી રીતે કોશિશો કરી રહ્યા છે. જો કે નરેશ પટેલે હજી સુધી આના સંદર્ભે કોઈ નિર્ણય કર્યો નથી.

આ પણ વાંચો :ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં યેલો એલર્ટ

આ પણ વાંચો :અમેરલીના ડુંગરાળ વિસ્તારમાં લાગી આગ, વનવિભાગ બન્યું સતર્ક

આ પણ વાંચો : નવસારીમાં વોટ્સએપ ગ્રુપમાં સોનિયા ગાંધી પર અશ્લીલ ટિપ્પણી, કોંગી અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું

આ પણ વાંચો :કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ જોડાશે ‘આપ’માં ?