Not Set/ અફઘાનિસ્તાની સ્થિતિ મામલે પીએમ મોદીના નિવાસ્થાને મહત્વની બેઠક

આ બેઠક વડાપ્રધાન મોદીના નિવાસ્થાને યોજાઇ છે જેમાં  ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા છે. 

Top Stories
modi 12345 અફઘાનિસ્તાની સ્થિતિ મામલે પીએમ મોદીના નિવાસ્થાને મહત્વની બેઠક

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કરી લીધો છે જેના લીધે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો નિકાળવા અંગે ગઇકાલે વડપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક કરવામાં આવી હતી  ફરીવાર અફઘાનિસ્તાન પર વિસ્તૃત ચર્ચા માટે આજે બુધાવરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં અફઘાનિસ્તાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાની  સરકારની રણનીતિની સમીક્ષા કરી હતી.આ બેઠક વડાપ્રધાન મોદીના નિવાસ્થાને યોજાઇ છે જેમાં  ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી વિચારધારાના તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે જેના લીધે ત્યા અફરાતફરીનો માહોલ ઉભો થયો છે ,અફઘાનિસ્તાનમાં જે ભારતીયો ફસાયા છે અને ભારતમાં પરત આવું છે તેના માટે સરકાર સક્રીય છે આ પહેલા સરકારે વાયુસેના એરક્રફટથી લોકોને પરત લાવવાની સરહાનીય કામગીરી કરી અને્ અફઘાનિસ્તાનમાં નવો હેલપલાઇન નંબર જાહેર કર્યો છે અને દૂતાવાસ ચાલુ રાખવામાં આવ્યો છે અને જે પણ ભારતીયોએ પાછા આવું છે  તેમણે અરજી કરવાની છે , મોદી સરકાર છેલ્લા બે દિવસથી સતત અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે આ ઉપરાંત તાલિબાનોએ ભારતને તેમના પ્રોજેકટ પરિપૂર્ણ કરવા આમંત્રણ આપ્યું છે . સરકાર હાલ તમામ બાબતે વિચારણા કરી રહી છે,હાલમાં તો ભારતીયોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.