આગ/ જમ્મુ-કાશ્મીરના જંગલોમાં ભીષણ આગના લીધે LOC પર લેન્ડમાઈનમાં થયો વિસ્ફોટ,જાણો વિગત

સોમવારે નિયંત્રણ રેખાની બીજી બાજુના જંગલમાંથી શરૂ થયેલી આગ ભારતીય સરહદના મેંધર સેક્ટરમાં ફેલાઈ ગઈ હતી

Top Stories India
2 26 જમ્મુ-કાશ્મીરના જંગલોમાં ભીષણ આગના લીધે LOC પર લેન્ડમાઈનમાં થયો વિસ્ફોટ,જાણો વિગત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં જંગલમાં લાગેલી આગને કારણે નિયંત્રણ રેખા (એલઓસી) નજીક અનેક લેન્ડમાઈન વિસ્ફોટ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે નિયંત્રણ રેખાની બીજી બાજુના જંગલમાંથી શરૂ થયેલી આગ ભારતીય સરહદના મેંધર સેક્ટરમાં ફેલાઈ ગઈ હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે સિસ્ટમના ભાગ રૂપે નાખવામાં આવેલી લગભગ છ લેન્ડમાઇન્સમાં વિસ્ફોટને કારણે આગ લાગી હતી. ફોરેસ્ટ ગાર્ડ કનર હુસૈન શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી જંગલમાં આગ લાગી છે. સેના સાથે મળીને અમે આગ ઓલવી રહ્યા છીએ.

“આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ આજે સવારે દર્મશાલ બ્લોકમાં આગ લાગી હતી અને તેજ પવનને કારણે ઝડપથી ફેલાઈ ગઈ હતી,” તેમણે કહ્યું હતું. રાજૌરી જિલ્લામાં સરહદ નજીક સુંદરબંદી વિસ્તારમાં બીજી મોટી આગ ફાટી નીકળી હતી, જે અન્ય જંગલ વિસ્તારોમાં ફેલાઈ હતી, અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.

કાલાકોટના કાલાર, રંથલ, ચીંગીના જંગલોમાં પણ આગ લાગી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “આગ સરહદ પારથી અને ઉપલા કાંગરી અને ડોક બનિયાદમાં નિયંત્રણ રેખા સાથેના વિસ્તારોમાં પણ ફેલાઈ હતી.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) સાથેના ખેતરોમાં પણ એક વિશાળ આગ ફાટી નીકળી હતી. તેમણે કહ્યું કે આગ બોર્ડર સિક્યોરિટી ફોર્સની બેલી અઝમત બોર્ડર આઉટપોસ્ટ (BOP) પાસે કેટલાય કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.