સુરત/ ધોરણ 9ની વિદ્યાર્થિનીએ ઘરમાં આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ

સુરતમા ધોરણ 9ની ભટારની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીએ ક્યાં કારણે પગલું ભર્યું તે મામલે રહસ્ય સર્જાયું છે.

Gujarat Top Stories Surat

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના ભટારની ધોરણ 9ની વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો. વાર્ષિક પરીક્ષા શરૂ થવાના ચાર દિવસ પહેલાં જ મરિલ મહંતોએ ગળે ફાંસો ખાઈ લીધો હતો.

સુરતમા ધોરણ 9ની ભટારની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીએ ક્યાં કારણે પગલું ભર્યું તે મામલે રહસ્ય સર્જાયું છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ બિહાર ગોપાલગંજના વતની અને હાલ ભટાર પોલીસ ચોકીની પાછળ રહેતા ચૈનકુમાર મહંતો ધાગા કટિંગનું કામ કરી પોતાના પરીવાર નું ગુજરાન ચલાવે છે.પરિવાર માં પત્ની બે પુત્ર તેમજ એક પુત્રી મિરલ છે.

આપઘાત કરનાર મિરલ સ્થાનિક વિસ્તારમાં આવેલ હિન્દી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. તેમને 4 એપ્રિલે વાર્ષિક પરીક્ષા હતી. રવિવારના રોજ બપોરે ચૈનકુમાર પત્ની અને બે પુત્ર કામ પર ગયા હતા. દરમિયાન મિરલ ઘરે એકલી હતી. તે વખતે બપોરના સમયે મિરલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ સબંધીને થતા પરિવારને જાણ કરવામાં આવતા ઘરે દોડી આવ્યા હતા. મિરલે ક્યાં કારણે પગલું ભર્યું તે જાણવા ખટોદરા પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા