અમદાવાદ/ ત્રિપદા સ્કુલની ટાંકીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ

નિર્ણયનગર અંડરપાસ નજીક આવેલી ત્રિપદા સ્કૂલની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી મૃતદેહ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

Ahmedabad Gujarat
ત્રિપદા
  • અમદાવાદની શાળાની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ
  • ત્રિપદા સ્કુલની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો
  • અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ
  • નિર્ણયનગર પાસે આવેલી છે સ્કુલ
  • ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો
  • સમારકામ સમયે કર્મચારી ટાંકીમાં પડ્યો હતો

અમદાવાદની ત્રિપદા સ્કુલની ટાંકીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. નિર્ણયનગર અંડરપાસ નજીક આવેલી ત્રિપદા સ્કૂલની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી મૃતદેહ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ મૃતદેહને કાઢીને પોલીસને સોંપ્યો છે.

આ પણ વાંચો :રાજ્યમાં પ્રથમ વખત 20 થી નીચે ગયા કોરોના કેસ , એક્ટિવ કેસ 226 રહ્યા

જણાવી દઈએ કે, સમારકામ સમયે કર્મચારી ટાંકીમાં પડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે હાલ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘાટલોડિયા વિસ્તારના પીઆઈએ આ વિશે જણાવ્યું કે, આ સ્કૂલ કપાતમાં ગઈ હોવાને લઈને તોડી પાડવામાં આવી રહી છે. છેલ્લા દસ દિવસથી સ્કૂલને તોડવાની કામગીરી ચાલી રહી હતી. અહી લાઈટની પણ વ્યવસ્થા ન હતી. ભવરલાલ વણઝારા ડમ્પર ચાલક તરીકેનુ કામ કરતા હતા. તેઓ અકસ્માતે ટાંકીમાં પડ્યા હોવાનું હાલ કહેવાય છે.

ભવરલાલ વણઝારાનો પરિવાર સાબરમતી વિસ્તારમાં રહે છે. તેમના સગાએ કહ્યુ કે, ભવરલાલના મૃત્યુથી તેમના ચાર બાળકો નોંધારા બન્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ બનાવ બન્યો છે. સ્કૂલની ટાંકી પાસે બેરીકેટિંગ અથવા અન્ય કોઈ વ્યવસ્થા પણ કરાઈ ન હતી. ત્યાં લાઈટની પણ વ્યવસ્થા ન હતી. જેથી આ બનાવ બન્યો હોઈ શકે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં મેલડી માતાના મંદિર પાછળ નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનું મોત, એક બહાર નિકળી ગયો

આ પણ વાંચો :CM રૂપાણી તથા વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવતીકાલે લોન વિતરણ સમારોહ