ગુજરાત/ રાજ્યમાં વધુ એક ભૂકંપનો ઝટકો, કચ્છનાં દુધઈમાં અનુભવાયો 3.7 ની તીવ્રતતાનો આંચકો

રાજ્યમાં એક તરફ ચોમાસુ ખેંચાવાથી ખાસ કરીને ખેડૂતોની મુસિબતો વધી છે, ત્યારે બીજી તરફ ભૂકંપનાં ઝટકાથી કચ્છનાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જી હા, ફરી એકવાર કચ્છનાં દુધઈમાં ભૂકંપ આવ્યો છે. 

Top Stories Gujarat Others
ipl2020 3 રાજ્યમાં વધુ એક ભૂકંપનો ઝટકો, કચ્છનાં દુધઈમાં અનુભવાયો 3.7 ની તીવ્રતતાનો આંચકો
  • કચ્છના દુધઈમાં આવ્યો ભૂકંપ
  • 3.7ની તીવ્રતાનો આવ્યો આંચકો
  • સવારે 7.25 વાગ્યે આવ્યો આંચકો
  • દુધઈથી 19 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

રાજ્યમાં એક તરફ ચોમાસુ ખેંચાવાથી ખાસ કરીને ખેડૂતોની મુસિબતો વધી છે, ત્યારે બીજી તરફ ભૂકંપનાં ઝટકાથી કચ્છનાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જી હા, ફરી એકવાર કચ્છનાં દુધઈમાં ભૂકંપ આવ્યો છે.

રન મશીન / મિતાલી રાજે તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે, ત્યારે આ સતત ઘટતા કોરોનાનાં કેસનાં કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ એવુ લાગી રહ્યુ છેે કે મુસિબત એક જાય અને બીજી તુરંત જ આવી જાય છે. હવે રાજ્યનાં કચ્છનાં દુધઈમાં ભુકંપ આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. સવારે 7.25 વાગ્યે આ આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિમી દૂર નોંધાયું છે.

વેક્સિન ડીલ / બોલ્સોનારોની મુસિબતમાં વધારો, SC એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસનાં આપ્યા આદેશ

આફ્ટરશોક કોને કહેવાય છે?

ધરતી પરની સપાટી 7 ટેકટોનિક પ્લેટોથી બનેલી હોય છે. આ પ્લેટ એક બીજા સાથે ટકરાય ત્યારે ભૂંકપનો ખતરો થાય છે. ભૂકંપ આવે છે ત્યારે આ પ્લેટ્સ એક બીજાનાં ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે તેના કારણે ઘણી ઉર્જા ઉત્પન થાય છે. તે ઘર્ષણ કે ફ્રિકશનથી ઉપરની ધરતી હલવા લાગે છે અને વધુ પડતા કંપનથી ધરતી ફાટી પણ જાય છે. મોટા આંચકાનાં અનેક મહિના કે સપ્તાહો બાદ હળવા ભૂકંપ આવે છે, આ હળવા આંચકાને આફ્ટરશોક કહેવામાં આવે છે.

મફત સુવિધાઓ કે વસ્તી વધારો ?  / બેઘર અને ભિખારીઓએ પણ દેશ માટે કંઇક કરવું જોઈએ, જો બધું મફત આપવામાં આવે તો તેઓ કામ કરશે નહીં: બોમ્બે હાઇકોર્ટે

ગાંધીનગરમાં સિસ્મોલોજી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી

વરસાદ, ગરમી, દરિયાના ચક્રવાત, પેટાળમાં જળનું સ્તર જેવા અનેક પરિબળો ભુર્ગિભય સંરચનાઓમાં ફેરફાર કરે છે. આવા ફેરફારોથી રિક્ટર સ્કેલ ઉપર 1.1થી 2.9 મેગ્નિટયુડનાં અનેક કંપનો આવતા રહેતા હોય છે. તેની કોઈ અસર થતી નથી સામાન્ય નાગરિકોને તો તેની ખબર પણ પડતી નથી. પણ 3 મેગનિટયુડથી ઉપરનાં કંપનો મનુષ્ય અને તેમના દ્વારા સર્જાયેલી દુનિયા માટે નોંધવા જરૂરી છે. આઈએસઆઈની સ્થાપના વર્ષ 2માં થઈ ત્યારપછી ગુજરાતનાં પેટાળમાં થઈ રહેલા ફેરફાર મુજબ છેલ્લા 18 વર્ષમાં, 2019 સુધી 3 મેગ્નિટયુડથી વધારે ત્તીવ્રતાનાં 1608 આંચકા નોંધાયા છે, આપને જણાવી દઇએ કે, વર્ષ 2001 નાં ભૂકંપનાં આંચકાઓ બાદ વર્ષ 2006 માં ગાંધીનગરમાં સિસ્મોલોજી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ ધરાના પેટાળમાં થતી નાનામાં નાની હલચલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. રેડ એલર્ટ પર કહેવાતા અને ઝોન-5 માં આવતા કચ્છ જીલ્લામાં હજુ પણ ભૂકંપનાં સંખ્યાબંધ આંચકા આવી જ રહ્યા છે.