Not Set/ રાજકોટ એરપોર્ટમાં એર ઇન્ડિયાની ઓફિસમાં લાગી આગ,સદનસીબે કોઈ જાનહાની નહી

રાજકોટ એરપોર્ટમાં આવેલી એર ઇન્ડિયાની ઓફિસમાં વહેલી સવારે શોર્ટ-સર્કિટના હિસાબે  લાગી  હતી.  જેમાં ઓફિસના વાયરો અને  બીજા સાધનો બળીને  ખાખ થઈ ગયા હતા. જો આ ઘટના અંગે સમયસર જાણ ન થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત  .CRPFના જવાનો અને એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓને જાણ થતા આગ કાબુમાં મેળવી.પીપીઇ કીટ અને પંખો બળીને ખાખ થઇ ગયો […]

Rajkot Gujarat
Untitled 84 રાજકોટ એરપોર્ટમાં એર ઇન્ડિયાની ઓફિસમાં લાગી આગ,સદનસીબે કોઈ જાનહાની નહી

રાજકોટ એરપોર્ટમાં આવેલી એર ઇન્ડિયાની ઓફિસમાં વહેલી સવારે શોર્ટ-સર્કિટના હિસાબે  લાગી  હતી.  જેમાં ઓફિસના વાયરો અને  બીજા સાધનો બળીને  ખાખ થઈ ગયા હતા. જો આ ઘટના અંગે સમયસર જાણ ન થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત  .CRPFના જવાનો અને એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓને જાણ થતા આગ કાબુમાં મેળવી.પીપીઇ કીટ અને પંખો બળીને ખાખ થઇ ગયો હતો .

મળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યા આસપાસ રાજકોટ એરપોર્ટમાં એર ઈન્ડિયાની ઓફિસમાં વાયરોમાં સામાન્ય શોર્ટ સર્કિટ થતાં આગની ઘટના સર્જાઈ હતી. જો કે, સમયસર એરપોર્ટ ઓર્થોરીટી ઈન્ડિયા અને CRPFના જવાનોને આગની જાણ થતાં જ તુર્ત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવી હતી. સાથે સાથે ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને સમયસર આગ પર કાબુ મેળવતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.