સુરતઃ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્રક રદ થયું છે. તેના પગલે હવે કોંગ્રેસ સુરતની બેઠક પરથી ચૂંટણી જ નહીં લડી શકે. કુંભાણીનું ફોર્મરદ થવાનું કારણ તેના જ ટેકેદારોએ તેના ફોર્મમાં સહી ન હોવાનું જણાવ્યું તે છે.
આના પગલે હવે કુંભાણીનું ફોર્મ રદ કરવા પાછળ પડદા પાછળ રમાયેલી રમતમાં તાજેતરમાં જ ભાજપમાં પ્રવેશેલા અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલના નામ ઉછળ્યા છે. કોંગ્રેસના પ્રવકતા અનુપ રાજપૂતે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓએ કુંભાણીનું ફોર્મ રદ કરવા પાછળનું કાવતરું રચ્યું છે. આ પ્રકારની ટેકનિકલ ભૂલો કોંગ્રેસી મૂળની જ વ્યક્તિ કાઢી શકે.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ જ કોંગ્રેસને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ એક સમયે નિલેશ કુંભાણીની ખૂબ જ નજીક હતા. તેથી આ આખા કાવતરાનું આયોજન પહેલેથી જ કરવામાં આવ્યું હોવાનો તેમનો દાવો છે.
આ ઉપરાંત કોંગ્રેસના લીગલ સેલના સભ્ય ઇકબાલ શેખે જણાવ્યું હતું કે જો કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવવાના પગલે તેમની ગુજરાત હાઇકોર્ટમાં જવાની તૈયારી છે. તેઓ આર્ટિકલ 226 હેઠળ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરશે.
આ પણ વાંચો:અમદાવાદમાં વરરાજાએ કર્યુ હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ
આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્
આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી