Gujarat High Court/ આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી

નશાકારક દવાઓ ખુલ્લા હજારમાં વેચાણ કરી લોકોના જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડા…….

Top Stories Gujarat
Image 57 આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી

Ahmedabad News: કાયદેસરની પાસ-પરમીટ કે લાયસન્સ વિના આલ્કોહોલયુક્ત કફ સીરપ સહિતના ઉત્પાદનોના વેચાણના સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દેનારા કફ સીરપ કાંડમા મુખ્ય આરોપી અને ઉત્પાદનોનું વેચાણ કરનારા મોટા ઉત્પાદક એવા અનિલ ભાવેએ અમદાવાદના ચાંગોદર પોલીસમથકમાં પોતાની વિરૂદ્ધ નોધાયેલી FIR રદબાતલ કરાવવા હાઈકોર્ટ સમક્ષ કરેલી ક્વોશિંગ પિટિશન અદાલતે ફગાવી દીધી હતી.

અદાલતે ટકોર કરતાં કહ્યું કે, ગુજરાત એ શુષ્ક રાજ્ય છે અને આયુર્વેદિક દવા-સીરપના ઓઠા હેઠળ ઉત્પાદનના સ્તરમાં ફેરફાર કરીને આ પ્રકારે આલ્કોહોલ વેચવાની પરવાનગગી આપી ન શકાય. ગુજરાત હાઈકોર્ટે બંધારણની કલમ-47ને ટાંકતા કહ્યું કે રારની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ જાહેર આરોગ્યમાં સુધારો કરવા સહિતના હેતુસર સ્તર અને ધોરણો નિયત કરવાની રાજ્યની ફરજ છે.

આ પ્રકારની નશાકારક દવાઓ પ્રતિબંધિત કરાઈ છે. આ કેસમાં આરોપી આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ નશાકારક દવાના વેચાણના ગુનામાં સંડોવાયેલો છે અને માટે બોટલો પર 11% સુધી આલ્કોહોલ મંજૂરીપીત્ર હોવાના સ્ટીકર લગાવાતા હતા. FSL રિપોર્ટમાં 12%થી વધુ આલ્કોહોલની માત્રા જણાતાં પિટિશનને ફગાવી દેવાઈ છે.

નશાકારક દવાઓ ખુલ્લા હજારમાં વેચાણ કરી લોકોના જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડા અને જીવના જોખમની ગુનાઇત પ્રવૃતિને કોઈ પણ સંજોગોમાં સાંખી શકાય નહિં.

25 નવેમ્બર 2023ના રોજ ચાંગોદર પોલીસે આરોપી આમોદ અનિલ ભાવે વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપીના માલિકીની મેસર્સ એએમબી ફાર્માના દરોડાન સ્થળ પરથી અરિષ્ઠાની 55 બોટલો અને સ્ટોન હીલની 49 બોટલો જપ્ત કરાઈ હતી. FSLમાં 13.63% જેટલું આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં સળગાવેલી હાલતમાં માનવ અંગો મળી આવતા ચકચાર

આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી