Not Set/ ઇઝરાયેલના PMએ પત્ની સાથે લીધી તાજમહેલની મુલાકાત, CM યોગી પણ રહ્યા હાજર

ઇઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહુ ભારતની ૬ દિવસની મુલાકાતે છે. ત્યારે મંગળવારે નેતન્યાહુ તેમની પત્ની સાથે પ્રેમનું પ્રતિક કહેવાતા આગ્રાના તાજમહેલની મુલાકાતે પહોચ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇઝરાયેલના પીએમનું સ્વાગત કર્યું હતું. Israel Prime Minister Benjamin Netanyahu and wife Sara in Agra, received by CM Yogi Adityanath. #NetanyahuInIndia pic.twitter.com/fjgBHpGno4— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 16, 2018 […]

Top Stories
netanyahu agra16 ઇઝરાયેલના PMએ પત્ની સાથે લીધી તાજમહેલની મુલાકાત, CM યોગી પણ રહ્યા હાજર

ઇઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહુ ભારતની ૬ દિવસની મુલાકાતે છે. ત્યારે મંગળવારે નેતન્યાહુ તેમની પત્ની સાથે પ્રેમનું પ્રતિક કહેવાતા આગ્રાના તાજમહેલની મુલાકાતે પહોચ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇઝરાયેલના પીએમનું સ્વાગત કર્યું હતું.

સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “ઇઝરાયેલના માનનીય પ્રધાનમંત્રી શ્રી બેન્જામીન નેતન્યાહુના આગ્રામાં આગમન પર હાર્દિક અભિનંદન અને સ્વાગત કરીએ છીએ”.

બીજી બાજુ ઇઝરાયેલના પીએમના આગ્રાના તાજમહેલની મુલાકાતને જોતાં સુરક્ષાનો પુખ્તા બંધોબસ્ત કરવામાં આવ્યો છે. એસએસપી અમિત પાઠકે તાજગંજમાં શિલ્પગ્રામથી દશહરા ઘાટ, પૂર્વી ગેટ, દક્ષિણી ગેટની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને તાજગંજમાં તાજના આજુબાજુના વિસ્તારમાં આવેલી ઇમારતોની અગાસી પર ફોર્સ તૈનાત કરવા માટે નિર્દેશ આપ્યો હતો.