Not Set/ ભાઇ વાહ – આને કહેવાય ટાઇમીંગ !! 2015ની ચૂંટણીમાં નકલી ડિગ્રીનાં કેસમાં AAPનાં જીતેન્દ્રસિંહ તોમરનું MLA પદ્દ છેક 2020ની ચૂંટણી આવી ગયા પછી રદ

ચૂંટણીનાં સોગંદનામામાં શૈક્ષણિક લાયકાતની ખોટી માહિતી અંગે દિલ્હી હાઈ કોર્ટે શુક્રવારે દિલ્હીના પૂર્વ કાયદા પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય જીતેન્દ્રસિંહ તોમર (આપના ધારાસભ્ય જિતેન્દ્રસિંહ તોમર) ની ચૂંટણીને સોગંદનામાની શૈક્ષણિક લાયકાતની ખોટી માહિતી અંગે ત્રીનગર વિધાનસભા બેઠક પરથી રદ કરી હતી. હાઇકોર્ટે ભાજપના નેતાની અરજી પર તોમરની ચૂંટણી રદ કરતો આદેશ પાસ કર્યો […]

Top Stories India
jitendra aap ભાઇ વાહ - આને કહેવાય ટાઇમીંગ !! 2015ની ચૂંટણીમાં નકલી ડિગ્રીનાં કેસમાં AAPનાં જીતેન્દ્રસિંહ તોમરનું MLA પદ્દ છેક 2020ની ચૂંટણી આવી ગયા પછી રદ

ચૂંટણીનાં સોગંદનામામાં શૈક્ષણિક લાયકાતની ખોટી માહિતી અંગે દિલ્હી હાઈ કોર્ટે શુક્રવારે દિલ્હીના પૂર્વ કાયદા પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય જીતેન્દ્રસિંહ તોમર (આપના ધારાસભ્ય જિતેન્દ્રસિંહ તોમર) ની ચૂંટણીને સોગંદનામાની શૈક્ષણિક લાયકાતની ખોટી માહિતી અંગે ત્રીનગર વિધાનસભા બેઠક પરથી રદ કરી હતી. હાઇકોર્ટે ભાજપના નેતાની અરજી પર તોમરની ચૂંટણી રદ કરતો આદેશ પાસ કર્યો હતો. ન્યાયાધીશ રાજીવ સહાય એન્ડોલાવે કહ્યું કે ભાજપના નેતાની અરજીને મંજૂર કરવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, 2015 ની વિધાનસભાની ચૂંટણી માટે દાખલ કરેલા નામાંકન પત્રમાં જીતેન્દ્રસિંહ તોમારે બિહારની તિલકમાંઝી યુનિવર્સિટીની વી.એન.એસ. લો કોલેજ મુંંગરેથી કાયદાની ડિગ્રી મેળવવાની વિગતો આપી હતી. જે પાછળથી નકલી હોવાનું જણાવા મળ્યું હતું.

સૌથી મજાની વાત તે તે છે કે, જીતેન્દ્રસિંહ તોમર આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 પણ લડી રહ્યા છે અને શનિવારે તેઓ ત્રિનગર વિધાનસભા મત વિસ્તારમાંથી ઉમેદવારી પત્ર પણ ભરવાનાં છે. કોર્ટ દ્વાર આપવામાં આવેલ ફેંસલાનો હવે શું અર્થ રહ્યો તે તો અર્થઘટન અને કાનુની સલાહનો વિષય છે પણ હા આ ફેંસલાથી જીતેન્દ્રસિંહ તોમર આવનાર ઉમેદવારી પત્રમાં ભૂલ નહી કરે તેવો ફાયદો જરુર અપરાધી જીતેન્દ્રસિંહ તોમરને રહેશે તેવું ચોક્કસ કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.