Not Set/ ગોપી સ્વીટ માર્ટની મીઠાઈ અંગેનો વીડિયો વાઈરલ, જાણો ક્યાં બની રહી છે મીઠાઈ …?

ગોપી સ્વીટમાર્ટ નો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ  શોચાલય પાસે મીઠાઈ બનવાતો વિડ્યો આવ્યો સામે  રસમલાઈ ની બદલે લીધા બરફી ના સેમ્પલ  કોર્પોરેશન એ ફટકાર્યો 5000 નો દંડ  લોકો ના આરોગ્ય સાથે કરવામાં આવે છે  ચેડાં  અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ગોપી સ્વીટ માર્ટની મીઠાઈ જાહેર શૌચાલયમાં બનતી હોવા અંગેનો વીડિયો વાઈરલ થયો છે. હર્ષેન્દુ ઓઝા નામના […]

Ahmedabad Gujarat
ગોપી ગોપી સ્વીટ માર્ટની મીઠાઈ અંગેનો વીડિયો વાઈરલ, જાણો ક્યાં બની રહી છે મીઠાઈ ...?
  • ગોપી સ્વીટમાર્ટ નો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ 
  • શોચાલય પાસે મીઠાઈ બનવાતો વિડ્યો આવ્યો સામે 
  • રસમલાઈ ની બદલે લીધા બરફી ના સેમ્પલ 
  • કોર્પોરેશન એ ફટકાર્યો 5000 નો દંડ 
  • લોકો ના આરોગ્ય સાથે કરવામાં આવે છે  ચેડાં 

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ગોપી સ્વીટ માર્ટની મીઠાઈ જાહેર શૌચાલયમાં બનતી હોવા અંગેનો વીડિયો વાઈરલ થયો છે. હર્ષેન્દુ ઓઝા નામના વ્યક્તિએ ફેસબૂક પર આ વિડીયો પોસ્ટ કર્યો છે. વીડિયો વાઈરલ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ગોપી સ્વીટ માર્ટ માઠી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પણ રસ મલાઈના સ્થાને બરફીના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને આ અંગે ગોપી સ્વીટ ને રૂ.5000નો દંડ કર્યો છે.

હર્ષેન્દુ ઓઝાએ શૌચાલયમાં બની રહેલી રસ મલાઈ અંગે કરેલી ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે,  તમેં સુમધુર મીઠાઈ ખાવાના શોખીન છો તો જુઓ અમદાવાદની પ્રખ્યાત ગોપી સ્વીટ રસમલાઈ કેવી રીતે તૈયાર કરે છે.જરા ધ્યાનથી જુઓ અને સાંભળજો અને પછી નક્કી કરજો કે તમને આપવામાં આવતી મીઠાઈ કેવી રીતે બને છે. આ વીડિયો રજૂ કરવાનો ઉદેશ માત્ર જાગૃતતા માટેનો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.