સુરત: ઓનલાઇન ગેમનો શોખ મોંઘો પડી શકે છે. સુરતના શહેરનો Cybercrime ઓનલાઇન ગેમના શોખે 70 લાખનો ફટકો માર્યો હતો. સુરતનો યુવાન કુટુંબ સાથે ગોવા ફરવા ગયો હતો. તે સમયે મોબાઇલ ફોનમાં ઓનલાઇન ગેમની લિંક આપી તેને ડેમો લિંક ગણાવી કોઈ ચાર્જ નહી કહે તેમ કહ્યુ હતુ. આમ કહેતા યુવક ગેમ રમ્યો હતો. તેના પછી પાંચ જેટલા લોકોએ 70 લાખ રૂપિયાની માંગ કરી હતો. જો કે યુવકે આપવાની ના પાડતા તેનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો. સાઇબર ક્રાઇમ પોલીસે આ ઘટનામાં બેની ધરપકડ કરી છે. Cybercrimeઆ ઘટનામાં અગાઉ ત્રણ આરોપી ઝડપાઈ ચૂક્યા છે.
આ આરોપીઓ નીતિન યુગ, દીપક યુગ, આઇશા, મુન્ના રાજા, મનીષ કિશન જીવરજાની, ગૌરંગ, સંજય, અમિત નાથવાણી અને બીજા અગિયાર માણસોએ યુવકને રીતસરના ફસાવવાના ઇરાદાથી તેના મોબાઇલ ફોનમાં ઓનલાઇન ગેમ રમવાની લિંક મોકલી હતી. Cybercrime આ દરમિયાન આઇશાએ તેના મોબાઇલમાં એક કુબેર એક્સ્ચેન્જની લિંક મંગાવી હતી. તેના જુદી-જુદી ગેમ બતાવી હતી અને આમા કોઈ રૂપિયા આપવાના નથી અને તે ડેમો લિંક છે તથા ટાઇમપાસ માટે રમવું હોય તો રમી શકાય તેમ કહ્યુ હતુ.
યુવક પછી તે લિંક ખોલી મોબાઇલ ફોનમાં જુદી-જુદી ગેમ રમ્યો હતો. Cybercrime તેના પછી આરોપીઓએ રમેલી ગેમના 70 લાખ રૂપિયા માંગયા હતા. યુવકે ના પાડતા 17 માર્ચના રોજ મુન્ના રાજા, મનીષ તથા બીજા એક અજાણ્યા શખ્સે યુવક તથા તેના મિત્ર કાઇરવ દરબારને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી ભટાર વિસ્તારમાં લઈ જઈ યુવક પાસે રૂપિયાની માંગણી કરી હતી. તેમણે રૂપિયા આપવાની ના પાડતા માર માર્યો હતો અને રૂપિયા તો આપવા પડશે તેમ કહ્યુ હતુ.
આ ઉપરાંત તેના ખિસ્સામાંથી બળજબરીથી 35 હજાર કાઢી લેવાયા હતા. Cybercrime તેની સાથે તેના પેટીએમમાં પણ બીજા ખાતામાં 50 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઘટનાના પગલે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપી પકડી પાડ્યા હતા. આ ઘટનાને પગલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપી અગાઉ ઝડપી પાડયા હતા. સાથે જ આ ઘટનામાં ટેકનીકલ સર્વેલન્સ આધારે આગળની વધુ તપાસ હાથ ધરી આ ગુનામાં નાસતા-ફરતા આરોપી નીતિન શાંતકુમાર ચુંગ, દિપક શાંતકુમાર ચુંગને સોનીપત, હરિયાણાથી શોધી કાઢી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ડીસા-ભૂકંપ/ માવઠાના માર વચ્ચે ડીસામાં ભૂકંપના આંચકાઃ લોકોના જીવ તાળવે ચોંટ્યા
આ પણ વાંચોઃ ઓપરેશન કાવેરી-ગુજરાતી/ ઓપરેશન કાવેરી સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે જાણે સંજીવની બન્યું
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી-કોર્ટ સુનાવણી/ રાહુલ ગાંધીના કેસની આવતીકાલે થશે સુનાવણીઃ જસ્ટિસ હેમંત સુનાવણી કરશે