Not Set/ ભાજપનાં દિગ્ગજ નેતાએ જાહેરમા કહ્યું “એવા નેતાની જરૂર છે, જે PM સાથે નિર્ભય પણે ચર્ચા કરી શકે”

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ અને દિગ્ગજ નેતા કે જે ભાજપનાં પાયાનાં પથ્થરોમાંનાં એક ગણવામાં આવે છે. કે જે નેતાએ ભાજપની સ્થાપનાથી લઇ ભાજપને સિંચીને વટવૃક્ષ સમુ બનાવવામાં પોતાનું જીવન વિતાવ્યું હોવાનું કહેવામાં આવે છે. તેવા ભાજપના નેતા દ્વારા આજે જાહેર મંચ પર કહેવામાં આવ્યું કે ભારતને એવા નેતૃત્વની જરૂર છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની […]

Top Stories India
joshi ભાજપનાં દિગ્ગજ નેતાએ જાહેરમા કહ્યું "એવા નેતાની જરૂર છે, જે PM સાથે નિર્ભય પણે ચર્ચા કરી શકે"

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ અને દિગ્ગજ નેતા કે જે ભાજપનાં પાયાનાં પથ્થરોમાંનાં એક ગણવામાં આવે છે. કે જે નેતાએ ભાજપની સ્થાપનાથી લઇ ભાજપને સિંચીને વટવૃક્ષ સમુ બનાવવામાં પોતાનું જીવન વિતાવ્યું હોવાનું કહેવામાં આવે છે. તેવા ભાજપના નેતા દ્વારા આજે જાહેર મંચ પર કહેવામાં આવ્યું કે ભારતને એવા નેતૃત્વની જરૂર છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે નિર્ભયતાથી બોલી શકે, અને તેમની સાથે ચર્ચા કરી શકે.

જી હા આ વિધાન છે ભાજપનાં નેતા મુરલી મનોહર જોશી. ભાજપનાં દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી દ્રારા એક જાહેર કાર્યક્રમમાં પોતાનાં સંબોધનમાં આ મહત્વપૂર્ણ અને મોટું વિધાન કહેવામાં આવ્યું છે. 

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ મંગળવારે કહ્યું હતું કે ભારતને એવા નેતૃત્વની જરૂર છે જે વડા પ્રધાનની સામે નિર્ભયતાથી બોલી શકે, અને તેમની સાથે ચર્ચા કરી શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર પાર્ટી લાઇન ઉપર ચર્ચા કરવાની પરંપરા “લગભગ પૂરી” થઈ ગઇ છે. અને તેને ફરીથી શરૂ કરવી પડશે.
ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જુલાઈમાં કોંગ્રેસનાં દિવંગત નેતા જયપાલ રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે હિન્દીમાં કહ્યું, “મારું માનવું છે કે આવા નેતૃત્વની ખૂબ જ જરૂર છે, જે નિષ્પક્ષતા સાથે બોલી શકે, સિદ્ધાંતોના આધારે વડા પ્રધાન સાથે દલીલ કરી શકે, કોઈ પણ પ્રકારનાં ભય વગર, અને તે ધ્યાનમાં લીધા વગર કે, આ ચર્ચાથી વડા પ્રધાન ગુસ્સે થશો કે ખુશ …”
85 વર્ષીય દિગ્ગજ રાજકારણીની આ ટિપ્પણી મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ પાર્ટીના હાલના નેતૃત્વની ટીકા કરી રહ્યા છે અને આ વર્ષે તેમણે લોકસભાની ચૂંટણી લડવાની તક ન આપી સાઇડ લાઇન કરવામાં આવતા, તેઓ દ્વારા જાહેરમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
મુરલી મનોહર જોશી અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી એવા નેતાઓમાં શામેલ છે, જેઓ ભાજપનાં પાયાનાં પથ્થર છે અને 2014 થી શરૂ થયેલા નરેન્દ્ર મોદી-અમિત શાહ યુગમાં બળજબરીથી નિવૃત્ત થયા કે કરી દેવામાં આવ્યા છે.
મંગળવારના કાર્યક્રમમાં મુરલી મનોહર જોશીએ યાદ કરાવ્યું કે જયપાલ રેડ્ડી 1990 ના દાયકામાં મંત્રી હતા. ત્યારે બૌદ્ધિક સંપત્તિ અને હકોની ચર્ચા કરવા માટેના એક મહત્વપૂર્ણ મંચના સભ્ય પણ હતા, અને ઘણી વખત સરકારના વલણથી અલગ અભિપ્રાય આપતા હતા.
બૌદ્ધિક સંપત્તિ અધિકાર (આઈપીઆર) જેવા મહત્વના મુદ્દાઓ પર જયપાલ રેડ્ડી અને ડાબેરી પક્ષો સહિત અન્ય પક્ષોના નેતાઓની હાજરીવાળા વિવિધ નેતાઓના જૂથોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ જૂથો પક્ષની વિચારધારાની બહાર ચર્ચા કરતા હતા.
મુરલી મનોહર જોશીએ કહ્યું, “કેટલાક કેસમાં સીપીએમ નેતા સીતારામ યેચુરી તેમના નામ પ્રમાણે ‘સીતારામ’ ની સંભાળ લેતા હતા અને અમને (ભાજપ) ટેકો આપતા હતા અને કેટલીક વાર અમે તેમને (ડાબેરી વિચારધારા) નું સમર્થન પણ આપ્યું હતું.”
આપને જણાવી દઇએ કે, આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ આ વિડીયોમાં શું કહ્યું ભાજપનાં દિગ્ગજ નેતા જોશીજીએ…….. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.