દાદાગીરી/ માસ્ક વિના ફરતા પોલીસકર્મીએ માસ્ક વિના ફરતા લોકોને માર્યા ડંડા અને પછી…

કોરોના મહામારી હવે વધુ જોખમી બની છે, ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આપણી દરેકની ફરજ છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે કે જે આ નિયમોનું પાલન કરતા નથી…

India
mmata 70 માસ્ક વિના ફરતા પોલીસકર્મીએ માસ્ક વિના ફરતા લોકોને માર્યા ડંડા અને પછી...

કોરોના મહામારી હવે વધુ જોખમી બની છે, ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આપણી દરેકની ફરજ છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે કે જે આ નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે હવે પોલીસ પણ એક્ટિવ થઇ ગઇ છે અને સિંઘમ અંદાજમાં માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારી રહી છે. પરંતુ બીજી તરફ એક એવા સમાચાર સામે આવ્યા છે કે જેમા એક પોલીસકર્મી પોતે માસ્ક પહેરુ નથી અને તે અન્ય એક શખ્સને માસ્ક ન પહેરવાના કારણે લાકડીથી મારી રહ્યો છે.

mmata 71 માસ્ક વિના ફરતા પોલીસકર્મીએ માસ્ક વિના ફરતા લોકોને માર્યા ડંડા અને પછી...

રિયાલિટી ચેક / જમાલપુર સ્મશાનમાં એક સાથે 6 મૃતદેહો ચિતા પર, બીજા 4 વેટિંગમાં

આપને જણાવી દઇએ કે, વારાણસીનાં ગંગા ઘાટ પર એક પોલીસકર્મીએ માસ્ક વિના ફરતા લોકોને ડંડાથી ઢોર માર્યો હતો. જે હવે તેને ભારે પડી ગયુ છે. કેટલાક લોકોએ આ પોલીસકર્મીનો ફોટો વાયરલ કર્યો હતો, ત્યારબાદ અધિકારીઓએ તાત્કાલિક ધ્યાનમાં લીધું હતું અને તે પોલીસકર્મીને બોલાવી તેને જ દંડ ફટકાર્યો હતો. મામલો વારાણસીનાં ગંગા ઘાટનો છે. વારાણસીનાં જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ કોરોનાનો ગ્રાફ વધતા સાંજનાં ચાર વાગ્યા પછી લોકોને ઘાટ પર ચાલવા પર રોક લગાવી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટનાં આદેશનું પાલન કરવા માટે સોમવારે સાંજે ચાર વાગ્યે તુલસી ઘાટ ખાતે અસ્મી પોસ્ટ પર મુકાયેલા અધિકારી ગૌરવ ઉપાધ્યાય પાસે પહોંચ્યા. લોકોને પ્રોટોકોલનું પાલન કરવાની જવાબદારી તેના પર હતી પરંતુ તે પોતે પણ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા. પોતે માસ્ક પહેર્યા વિના, લોકોને લાકડીઓથી મારી તેમનો પીછો કરતા જોવા મળ્યા હતા.

સાવધાન! / જો કોરોનાને કાબુમાં રાખવો છે તો જીવતા જંગલી પ્રાણીઓને વેચવા પર લાગે રોક : WHO

રેવા ઘાટ નજીક ફરતા દેખાયેલા લોકોને આ પોલીસકર્મીએ લાકડી વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસકર્મીની પિસ્તોલ પણ હોલ્સ્ટર (લેધર કેસ) ને બદલે ફિલ્મી અંદાજમાં કમરમાં દેખાઈ હતી. કેટલાક લોકોને પોલીસકર્મીનું આ રૂપ પસંદ આવ્યુ ન હોતું અને તેમણે ફોટો કમિશનરેટને ટ્વિટ કરી દીધી. તસવીર ટ્વીટ થઇ અને તુરંત જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસ કમિશનરેટ વારાણસી વતી કહેવામાં આવ્યું કે ભેલુપુર ઈન્સ્પેક્ટરએ જાહેર સ્થળે માસ્ક ના પહેર્યુ હોવાના કારણે તેને દંડ ફટકારી દીધો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ