રાજકીય/ ભારત-અમેરિકાના સંબંધોમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે રૂપરેખા ઘડવામાં ભારતીય મૂળની આ મહિલાની મુખ્ય ભૂમિકા

અમેરિકી સેનેટર ટિમ કાયને જણાવ્યું છે કે જો બાઈડન ટીમમાં મહત્વના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવેલી ભારતીય-અમેરિકન રાજદ્વારી ઉઝરા જીયા એ ભારત અમેરિકન વ્યૂહાત્મક ભાગીદારી માટે રૂપરેખા તૈયાર કરવા માટે

Top Stories NRI News World
uzra jiya ભારત-અમેરિકાના સંબંધોમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે રૂપરેખા ઘડવામાં ભારતીય મૂળની આ મહિલાની મુખ્ય ભૂમિકા

અમેરિકી સેનેટર ટિમ કાયને જણાવ્યું છે કે જો બાઈડન ટીમમાં મહત્વના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવેલી ભારતીય-અમેરિકન રાજદ્વારી ઉઝરા જીયા એ ભારત અમેરિકન વ્યૂહાત્મક ભાગીદારી માટે રૂપરેખા તૈયાર કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે. આ રૂપરેખાને છેલ્લા દાયકામાં દ્વિપક્ષીય સમર્થન મળ્યું છે.જીયાએ 2018 માં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરીને વિદેશી સેવા છોડી દીધી હતી.

Georgetown Alumna Uzra Zeya (SFS '89) Reflects on Career at State Department and Time at Georgetown - SFS - School of Foreign Service - Georgetown University

કાયને ગત સપ્તાહે સેનેટ વિદેશી સંબંધ સમિતિના સભ્યોને જીયાના નામને મંજૂરી આપવા સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જીયાની  બનાવેલી રૂપરેખા હજી પણ ભારત-પ્રશાંત ભાગીદારીના પાયાના સ્ત્રોત છે. તેમણે કહ્યું કે, ઉઝરા જીયાએ પણ અફઘાનિસ્તાનમાં લિંગ સમાનતાને ટેકો આપવા અને વિદેશમાં નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી યોજવામાં મદદ માટે નવી દ્વિપક્ષીય પહેલ કરી હતી.

Indian-American diplomat Uzra Zeya claims Trump has sidelined minorities in Foreign Service | U.S. Affairs | indiaabroad.com

જિયાએ 5 રાષ્ટ્રપતિઓને સેવાઓ આપી હતી

સેનેટર ટિમ કાયને કહ્યું કે ઉઝરા જીયાએ પાંચ રાષ્ટ્રપતિ (ત્રણ રિપબ્લિકન અને બે ડેમોક્રેટ્સ) ના શાસન હેઠળ સેવા આપી અને ચાર ખંડો પર 28 વર્ષ સુધી વિદેશી સેવાના અધિકારી તરીકે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું. તે માનવાધિકાર, લોકશાહી અને મજૂરના કાર્યકારી સહાયક સચિવ તરીકે કાર્યરત હતી.

Uzra Zeya | DipNote

દીકરી જેણે ભારતને ગૌરવ અપાવ્યું

કાયને કહ્યું, ઉઝરા જીયા એ ભારતીય-અમેરિકન ઇમિગ્રન્ટ્સની પુત્રી છે જેમને દેશમાં ગર્વ છે. રાજ્યની અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવનારી તે પ્રથમ એશિયન અમેરિકન મહિલા હશે અને હું માનું છું કે તે આ પદ સંભાળવા માટે તૈયાર છે. જિયાએ સાંસદોને કહ્યું કે તેના દાદા ભારતમાં સ્વતંત્ર સેનાની છે.

Untitled 35 ભારત-અમેરિકાના સંબંધોમાં વ્યૂહાત્મક ભાગીદારી માટે રૂપરેખા ઘડવામાં ભારતીય મૂળની આ મહિલાની મુખ્ય ભૂમિકા