Google Case/ ગુગલને સુપ્રીમ કોર્ટનો ઝટકો, CCI દ્વારા લગાવવામાં આવેલા દંડના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર

ગુગલને ગુરુવારે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે, કોમ્પિટિશન કમિશન (CCI) દ્વારા લગાવવામાં આવેલા 1338 કરોડ રૂપિયાના દંડના આદેશ પર સ્ટે આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે

Top Stories India
Supreme Court

Supreme Court: ગુગલને ગુરુવારે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોમ્પિટિશન કમિશન (CCI) દ્વારા લગાવવામાં આવેલા 1338 કરોડ રૂપિયાના દંડના આદેશ પર સ્ટે આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુગલને દંડની 10 ટકા રકમ એક સપ્તાહમાં જમા કરાવવા માટે કહ્યું છે. કોમ્પિટિશન કમિશને એન્ડ્રોઇડ એપ્લીકેશન દ્વારા સ્પર્ધા વિરોધી બિઝનેસ માટે ગૂગલને  દંડ ફટકાર્યો હતો. કોર્ટે પણ દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને NCLTને 31 માર્ચ સુધીમાં ગૂગલની અપીલનો નિકાલ કરવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે CCIએ બુધવારે (19 જાન્યુઆરી) ગૂગલ એન્ડ્રોઇડ કેસમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને જણાવ્યું હતું કે ઘણા બજારોમાં તેના પ્રભાવશાળી સ્થાનના કથિત દુરુપયોગનો મુદ્દો રાષ્ટ્રીય મહત્વનો છે.

નોંધનીય છે કે એન્ડ્રોઇડ એક લોકપ્રિય ‘ઓપન સોર્સ’ મોબાઇલ સિસ્ટમ છે. (Supreme Court)તેનો ઉપયોગ સ્માર્ટફોન અને ટેબ્લેટના ઉત્પાદકો દ્વારા કરવામાં આવે છે. ‘ઓપન સોર્સ’ એટલે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનું ગેજેટ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો/ Entertentment/પઠાણ વિવાદ વચ્ચે અશોક પંડિતે ફિલ્મો પર PM મોદીના નિવેદનનું કર્યું સ્વાગત, કહ્યું..

આ પણ વાંચો/ Island lowest Rate/આ સુંદર ટાપુ તમારો પણ બની શકે છે, કિંમત દિલ્હી-મુંબઈના ફ્લેટ કરતા પણ ઓછી

આ પણ વાંચો/ Entertentment/‘જેકલીન લાઇનમાં છે…પણ મારે તને ગર્લફ્રેન્ડ બનાવવી છે…’, સુકેશ ચંદ્રશેખર આવી વાતો કરીને નોરા