Entertentment/ પઠાણ વિવાદ વચ્ચે અશોક પંડિતે ફિલ્મો પર PM મોદીના નિવેદનનું કર્યું સ્વાગત, કહ્યું..

પઠાણ વિવાદ વચ્ચે પીએમ મોદીએ તેમની પાર્ટીના નેતાઓને ફિલ્મો વિશે ‘બિનજરૂરી ટિપ્પણીઓ’ ન કરવાની સલાહ આપી હતી. જયારે IFTDA પ્રમુખ અશોક પંડિતે પીએમના નિવેદનનું સ્વાગત કર્યું છે.

Trending Entertainment
Ashok Pandit

Ashok Pandit : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભાજપના કાર્યકરોને ફિલ્મો વિશે ‘બિનજરૂરી ટિપ્પણીઓ’ કરવાથી દૂર રહેવાની સલાહ આપી હતી. બીજી તરફ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર એસોસિએશન (IFTDA)ના પ્રમુખ અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ‘પઠાણ’ વિવાદ વચ્ચે પીએમ મોદીના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની તેમની જ પાર્ટીના સભ્યોને ચેતવણી એ ‘ફિલ્મ ઉદ્યોગના આત્મવિશ્વાસ માટે એક મોટું પ્રોત્સાહન’ છે.

‘પઠાણ’ વિવાદ વચ્ચે પીએમ મોદીનું નિવેદન

પીએમ મોદીનું નિવેદન શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી એક્શન ફિલ્મ ‘પઠાણ’ના બહિષ્કાર વચ્ચે આવ્યું છે. વાસ્તવમાં, રામ કદમ અને નરોત્તમ મિશ્રા જેવા ભાજપના ઘણા નેતાઓએ નિર્માતાઓની ટીકા કરી હતી અને ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકા પાદુકોણના કેસરી સ્વિમસૂટ પર હંગામો મચાવ્યો હતો.

અશોક પંડિતે પીએમ મોદીના નિવેદનનું સ્વાગત કર્યું

ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) ના પ્રમુખ અશોક પંડિતે (Ashok Pandit ) મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “જો PM પોતાના લોકોને ઠપકો આપે છે અને તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સામે બકવાસ ન કરવા કહે છે તો તેનાથી ફિલ્મ ઉદ્યોગના આત્મવિશ્વાસમાં મોટો વધારો થશે. તેમણે ઉમેર્યું, “સિગ્નલ માત્ર રાજકારણીઓ માટે જ નહીં, પણ મીડિયાના લોકો અને આપણા પોતાના ઉદ્યોગને પણ જાય છે.”

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં રાજનેતાઓના એક વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સે બોલિવૂડની ઘણી ફિલ્મોના બોયકોટના ટ્રેન્ડને પ્રમોટ કર્યો છે. તાજેતરમાં જ ‘પઠાણ’ના ‘બેશરમ રંગ’ ગીત પર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે. કેટલાક લોકોએ દીપિકા પાદુકોણની કેસરી બિકીની માટે ટીકા કરી અને કહ્યું કે આ ગીત ‘ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે’. આ પછી ફિલ્મના નિર્માતાઓ અને કલાકારો વિરુદ્ધ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ અગાઉ કહ્યું હતું કે આ ગીત ‘ગંદી માનસિકતા’ દર્શાવે છે અને ફિલ્મના શીર્ષકને પણ ‘વાંધાજનક’ ગણાવે છે.

‘પઠાણ’ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે

અગાઉ, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘પઠાણ’ના નિર્માતાઓને ફિલ્મના ગીતો સહિત કેટલાક દ્રશ્યો ‘બદલવા’ નિર્દેશ કર્યો હતો. નોંધનીય છે કે ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.