Not Set/ #INDvsAUS : પર્થની પીચને એવરેજ રેટિંગ આપ્યા બાદ ભડક્યા આ ક્રિકેટરો

મેલબર્ન, પર્થમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમનો ૧૪૬ રનથી વિજય થયો હતો અને ચાર મેચની શ્રેણી ૧-૧ થી સરભર થઇ હતી. આ ટેસ્ટ સમાપ્ત થયા બાદ મેચ રેફરી રંજન મદુગલેએ પર્થના નવા સ્ટેડિયમની પીચને એવરેજ રેટિંગ આપ્યું હતું, જો કે ત્યારબાદ હવે આ રેટિંગને ICCની નિંદા કરાઈ રહી છે. પૂર્વ […]

Top Stories Trending Sports
perth wicket #INDvsAUS : પર્થની પીચને એવરેજ રેટિંગ આપ્યા બાદ ભડક્યા આ ક્રિકેટરો

મેલબર્ન,

પર્થમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમનો ૧૪૬ રનથી વિજય થયો હતો અને ચાર મેચની શ્રેણી ૧-૧ થી સરભર થઇ હતી.

આ ટેસ્ટ સમાપ્ત થયા બાદ મેચ રેફરી રંજન મદુગલેએ પર્થના નવા સ્ટેડિયમની પીચને એવરેજ રેટિંગ આપ્યું હતું, જો કે ત્યારબાદ હવે આ રેટિંગને ICCની નિંદા કરાઈ રહી છે.

પૂર્વ ક્રિકેટર માઈકલ વોન અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર મિચેલ જોન્સન દ્વારા પર્થની પીચ અંગે આપવામાં આવેલા આ રેટિંગ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

https://twitter.com/MitchJohnson398/status/1076092262134599680

જોન્સને જણાવ્યું હતું કે, “પર્થની પીચમાં કોઈ ખરાબી નથી, બેટિંગ અને બોલિંગ વચ્ચેના જંગ જોઇને સારું લાગ્યું હતું. સામાન્ય રીતે સપાટ પીચ જોવા મળતી હોય છે, હું જાણવા માંગું છું કે, સારી પીચ શું હોય છે. આશા છે કે, MCG (મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ) પર રમાનારી ટેસ્ટ પણ રોમાંચક હશે.

બીજી બાજુ માઈકલ વોને કહ્યું હતું કે, “તેઓ શા માટે હેરાન થાય છે કે ટેસ્ટ ક્રિકેટ શા માટે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. આ પીચ શાનદાર હતી અને તમામને મદદ મળી હતી. આ જ પ્રકારની જ વિકેટ હોવી જોઈએ.

મહત્વનું છે કે, પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટની પીચને લઇ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટમાં કહેવામાં આવ્યું હતું કે, “પર્થની આ પીચને લઈ નિર્ણય સંભવિત અસામાન્ય બાઉન્સના કારણે આવ્યો છે, જેમાં બે વાર બેટ્સમેનોને ઈજા પહોંચી હતી.

ICCના નિયમ મુજબ, એવરેજ રેટિંગ એ ટેસ્ટના મેદાનો અને આઉટફિલ્ડ માટે સૌથી ખરાબ રેટિંગ છે.