વતનમાં કેન્દ્રીય ગૃહમંત્રી/  ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે,રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદ  NFSUનો પ્રથમ પદવીદાન સમારોહ

ગુજરાત સરકાર દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને જગ્યા ફાળવવામા આવી છે જે જગ્યાનું ભૂમિપૂજન અમિત શાહ દ્વારા કરવામાં આવશે.

Top Stories Gujarat Others
અમિત શાહ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજ્યમાં કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતના પ્રવાસે છે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આજે તેમના પ્રવાસના બીજા દિવસે અમિત શાહ કલોલ તાલુકાના વડસર ગામના તળાવના બ્યુટિફિકેશનના કામનું ખાતમુર્હૂત કરશે. રવિવારે ગાંધીનગર પોતાના મતક્ષેત્રમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેશે. અમિત શાહ સોમવારે સવારે દિલ્લી પરત ફરશે. 28 ઓગષ્ટે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ પહેલા તેઓ જન્માષ્ટમીના દિવસે અમદાવાદ આવ્યા હતા.

મહત્વનું છે કે, ગુજરાત સરકાર દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને જગ્યા ફાળવવામા આવી છે જે જગ્યાનું ભૂમિપૂજન અમિત શાહ દ્વારા કરવામાં આવશે. વધુમાં NFSU કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનું પણ ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે.

વધુ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના 2019 થી 2022ની બેચના કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી, 10 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી અને એક વિદ્યાર્થીને ડી.એસસી. એનાયત કરાશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પદવીદાન સમારોહ બાદ બપોરે કલોલના પાનસર ગામે જવા રવાના થશે.જ્યાં પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.

આપને જણાવી દઈએ કે, અમિત શાહ જન્માષ્ટમીના દિવસે પણ ગુજરાતની મુલાકાતે હતા અને તેમણે ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે પરિવાર સાથે પહોંચ્યા હતા અને આરતીમાં પણ ભાગ લીધો હતો. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીના સ્મૃતિવનના લોકાપર્ણ સહિતના કાર્યક્રમ વિશે જાણો

આ પણ વાંચો: હાલોલ પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,પાવાગઢ દર્શન કરીને પરત ફરતા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાનની મેચ ગ્રુપમાં જોશો તો 5 હજાર રૂપિયાનો થશે દંડ!જાણો કેમ આપવામાં આવ્યો આદેશ