indian currency/ બીજેપી સાંસદે 2000ની નોટ બંધ કરવાની માગ કરી, કહ્યું- પરત કરવા માટે સમય અપાશે

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ઉપલા ગૃહમાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો કે, “બજારમાં ગુલાબી રંગની રૂ. 2,000ની નોટ જોવાનું દુર્લભ બની ગયું છે. ATMમાંથી…

Top Stories India
BJP 2000 Rupee Note

BJP 2000 Rupee Note: કેન્દ્રની મોદી સરકારે 2016માં નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી હતી. આ પછી 500 અને 2000 રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી. તો ઘણા વિપક્ષી નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સરકારે માત્ર મોટી નોટોને ટાંકીને 500 અને 1000ની નોટ બંધ કરી છે. આવી સ્થિતિમાં હવે 2000ની નોટનું ચલણ શરૂ કરવાથી શું ફાયદો? હવે બીજેપીના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ પણ આ જ માંગનો પુનરોચ્ચાર કર્યો છે. સોમવારે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે 2,000 રૂપિયાની નોટનો ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર વેપારમાં મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. આથી સરકારે તેને તબક્કાવાર અટકાવવું જોઈએ.

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ઉપલા ગૃહમાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો કે, “બજારમાં ગુલાબી રંગની રૂ. 2,000ની નોટ જોવાનું દુર્લભ બની ગયું છે. ATMમાંથી વિતરિત નથી અને અફવા છે કે તે હવે માન્ય નથી. તેમણે સરકાર પાસે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરવા માંગ કરી છે. તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 500 અને 1000 રૂપિયાની નોટોને ગેરકાયદે જાહેર કરીને ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. સરકારે તેમને થોડા દિવસો પછી રૂ. 500 અને રૂ. 2,000ની નવી નોટો સાથે બદલી નાખી.

ભાજપના સભ્ય મોદીએ દાવો કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રૂ. 2,000ની નોટો છાપવાનું બંધ કરી દીધું છે અને રૂ. 2,000ની નકલી નોટો મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવી રહી છે. લોકોએ મોટા પાયે રૂ. 2,000ની નોટોનો સંગ્રહ કર્યો છે. તેનો ઉપયોગ ગેરકાયદેસર વેપારમાં જ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ તે બ્લેકમાં પણ ઉપલબ્ધ છે અને પ્રીમિયમ પર વેચાઈ રહી છે. આ નોટોનો વ્યાપકપણે ડ્રગ્સની હેરાફેરી, મની લોન્ડરિંગ અને આતંકવાદ ફંડિંગ સહિતના વિવિધ ગુનાઓમાં ઉપયોગ થાય છે, બિહારના ભૂતપૂર્વ નાણામંત્રીએ કહ્યું કે માત્ર પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોમાં 5,000 રૂપિયાની નોટ છે, જ્યારે ઈન્ડોનેશિયામાં એક લાખ સુધીની નોટો છે. તેમણે કહ્યું કે, ‘ભારતમાં હવે 2,000ની નોટોના ચલણનું કોઈ ઔચિત્ય નથી. હવે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન આપી રહી છે. એટલા માટે હું સરકારને વિનંતી કરું છું કે ધીમે ધીમે 2,000ની નોટો બંધ કરે. તેમણે માંગ કરી હતી કે સરકારે એક-બે વર્ષમાં 2,000 રૂપિયાની નોટોને અન્ય નોટો સાથે બદલવાની તક લોકોને આપવી જોઈએ.

આ પણ વાંચો: data leak/પાકિસ્તાની ધ્વજ, ઉર્દૂમાં ચેટ… ટેલિગ્રામ પર વેચાઈ રહી છે હજારો ભારતીયોની આધાર-પાન વિગતો