Not Set/ Loksabha Elections 2019: ભાજપે મોડી રાત્રે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી લિસ્ટ….

દિલ્હી, ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી લીધી છે. શનિવારે મોડી રાત્રે જારી કરવામાં આવેલ આ લિસ્ટમાં ઉમેદવારોના 36 નામો છે. પક્ષના પ્રવક્તા પાત્રોને ઓડિશાના પુરીથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે આ અગાઉ લોકસભા ચૂંટણી માટે બે વધુ સૂચિ જાહેર કરી ચુક્યા છે. ભાજપ સિવાય કોંગ્રેસે પણ મોડી […]

Top Stories India Trending Politics
arm Loksabha Elections 2019: ભાજપે મોડી રાત્રે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી લિસ્ટ....

દિલ્હી,

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી લીધી છે. શનિવારે મોડી રાત્રે જારી કરવામાં આવેલ આ લિસ્ટમાં ઉમેદવારોના 36 નામો છે. પક્ષના પ્રવક્તા પાત્રોને ઓડિશાના પુરીથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે આ અગાઉ લોકસભા ચૂંટણી માટે બે વધુ સૂચિ જાહેર કરી ચુક્યા છે. ભાજપ સિવાય કોંગ્રેસે પણ મોડી રાતે તેમના ઉમેદવારોની સાતમી લિસ્ટ જારી કરી છે.

મોડી રાત્રે ભાજપે તેના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આંધ્રપ્રદેશની 23, મહારાષ્ટ્રની 6,ઓડિશાની 5, મેઘાલયની એક અને અસમની એક બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ તેની પ્રથમ લિસ્ટમાં 184 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. તો ત્યારે જ બીજી લિસ્ટમાં ફક્ત એક જ નામ શામેલ હતું. આ રીતે અત્યાર સુધી કુલ 220 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી ચુકી છે.

લોકસભાની ચૂંટણીઓ ઉપરાંત બીજેપીએ આંધ્રપ્રદેશ વિધાનસભા ચુંટણી માટે 51 ઉમેદવારો,ઓડિશા વિધાનસભા ચુંટણી માટે 22 ઉમેદવારો અને મેધાલયના સેલસેલા વિધાનસભા ક્ષેત્રમાં પેટા-ચૂંટણી માટે એક ઉમેદવારના નામનું એલન કરવામાં આવ્યું છે.

bjp 18 Loksabha Elections 2019: ભાજપે મોડી રાત્રે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી લિસ્ટ....

તો બીજી બાજુ બીજેપી શનિવારે ઉમેદવારોની ચોથી લિસ્ટ પણ જારી કરી શકે છે. જેમાં ઝારખંડ, ગુજરાત, પંજાબ, હિમાચલ, ચંડીગઢ, હરિયાણા, ગોવા અને મધ્યપ્રદેશના લગભગ 50 ઉમેદવારોની નામોની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત બિહારમાં એનડીએ  તેના 40 ની ઉમેદવારોની યાદી રજૂ કરી શકે છે. પટના સાહિબ સીટથી કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદને ટિકિટ મળી શકે છે.

ભાજપની પ્રથમ યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહનું નામ સામેલ હતું. મોદી આ વખતે પણ વારાણસીથી ચૂંટણી લડશે. જ્યારે અમિત શાહ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની બેઠક ગાંધીનગરથી ચૂંટણી લડશે.

ઉપરાંત પક્ષે કેન્દ્રિય મંત્રી વીકે સિંહને ગાઝિયાબાદ, ડો. મહેશ શર્માને નોઇડાથી અને સ્મૃતિ ઇરાનીને અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તો ત્યાં જ ગૃહમંત્રી રાજનાથ સિંહને લખનઉ બેઠકથી ટિકિટ આપવામાં આવી છે અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે.

bjp 2 1 Loksabha Elections 2019: ભાજપે મોડી રાત્રે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી લિસ્ટ....